નવા ફીચર્સ સાથે MI7 ટૂંક સમયમાં જ થશે લોન્ચ

PC: appmifile.com

Xiaomi આ વર્ષે ભારતમાં તેનો ફ્લેગશીપ સીરિઝ સ્માર્ટ ફોન MI7 લોન્ચ કરશે. આગામી દિવસોમાં કંપની આ ફોન ઈન્ડિયન માર્કેટમાં લોન્ચ કરવાની છે. જો કે હજુ સુધી ભારતમાં MI6 લોન્ચ થયો નથી પણ કંપની તેનાથી પણ અપગ્રેડેટ વર્ઝન MI7 ભારતમાં રજૂ કરવાનું વિચારી રહી છે.

MI7માં 8 GBની રેમ હશે જેના દ્વારા કોઈ પણ એપ્લિકેશન ખુબ જ ઓછા સમયમાં ખુલી શકાશે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર નવા MI7માં 128 GB ઈન્ટરનલ મેમરી પણ આપવામાં આવશે. જો કે 6 GBની રેમ સાથે પણ કંપની એક બીજુ વર્ઝન પણ લોન્ચ કરશે.

ઈન્ડિયન માર્કેટમાં અત્યારે અનેક મોબાઈલ કંપનીઓ આવી છે પરંતુ MI અત્યારે ખુબ જ લોકપ્રિય બની છે તેનું મુખ્ય કારણ એ છે કે MIમાં ઓછી કિંમતમાં વધુ ફીચર્સ મેળવી શકાય છે. અત્યારે Samsung, Lenovo જેવી કંપનીઓના મોબાઈલને પણ MI ટક્કર આપી રહ્યું છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp