સુમુલ ડેરીના 4 લાખ રૂપિયાના દૂધની લૂંટનો ભેદ ઉકેલાયો

PC: khabarchhe.com

સામાન્ય રીતે વાહન ચોરી કે ઝવેરાતની ચોરીના કિસ્સા તમને સાંભળવા મળતા હોય છે પણ એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં દૂધની લૂંટ કરાઈ છે. ધુલિયા ચાર રસ્તા પાસે દૂધના ટેન્કરમાંથી 4 લાખ રૂપિયા કરતા વધુ કિંમતના દૂધની લૂંટ કરાઈ હતી. 5 જેટલા લૂંટારુઓએ ગત 8 જાન્યુઆરીના રોજ સુમુલ ડેરીના દૂધના ટેન્કરને નિશાન બનાવ્યું હતું. તેમણે ટેન્કર ચાલકને ધુલિયા ચોકડી નજીક ચપ્પુ બતાવી ટેન્કર લઈને ફરાર થઈ ગયા હતા.

આજ રોજ તમામ આરોપીઓ લૂંટેલા દૂધના વેચાણના પૈસાની વહેચણી માટે કડોદરા ચાર રસ્તા નજીક ભેગા થયા હતા. આ રકમની વહેચણી પહેલાં જ ગ્રામ્ય SOGએ છાપેમારી કરીને તમામ આરોપીઓની ધરપકડ કરી હતી. તેમણે 4ની લાખ રોકડ રકમ, 3 બાઈક, 8 મોબાઇલ અને ચપ્પુ મળીને 4 લાખ 81 હજાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

આરોપીઓએ આગાઉ પણ આ રીતે અન્ય બે ગુના કર્યાની કબૂલાત કરી છે. ગ્રામ્ય SOGએ લૂંટના ગુનામાં પલસાણાના વરેલી વિસ્તારમાં રહેતા જીતેન્દ્ર સીંગ જાત, સુરેન્દ્ર પણ સીંગ જાત, મનપ્રિત સીંગ જાત, ખોલવડનો રાણા ભાઈ મેર, છાપરાભાઠાના અશોક મેરની ધરપકડ કરી છે. આરોપીઓએ દૂધના ટેન્કરની લૂંટ કરી કામરેજ હાઇવે પર આવેલી એકલવ્ય હોસ્ટેલના કમ્પાઉન્ડમાં હોસ્ટેલના વોચની મદદ મેળવી દૂધ કાઢ્યું હતું. જેથી વોચમેન બાબુભાઈ અને વરેલીના લવપ્રીત સીંગને ભાગેડુ જાહેર કરાયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp