સુરતની સ્મીમેર હોસ્પિટલના 5 તબીબોને તત્કાલ સસ્પેન્ડ કરાયા, જાણો શું હતી ઘટના

PC: sabguru.com

સુરતમાં સ્મીમેર હોસ્પિટલમાં 5 તબીબોને સસ્પેન્ડ કરવાનો નિર્ણય એન્ટી રેગિંગ કમિટી દ્વારા લેવામાં આવ્યો છે. સમગ્ર ઘટના બાબતે સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર સ્મીમેર હોસ્પિટલમાં ઓર્થોપેથિક વિભાગના ડૉક્ટર રાજ, મીતેષ, અંકિત, સાલીન અને ધ્વનીલે દર્દીને ટ્રાન્સફર કરવા જેવી નજીવી બાતમાં સર્જરી વિભાગના ડૉક્ટર હિતેશ પટેલ સાથે ગાળાગાળી અને મારામારી કરવાની સાથે ડૉક્ટરનો કોલર પકડીને દર્દીઓની વચ્ચે આખા વોર્ડમાં ફેરવ્યા હતા. આ સમગ્ર ઘટનાની જાણ સ્મીમેર મેડીકલ કોલેજના ડીન ડૉ. કલ્પના દેસાઈને થતા દર્દીઓની વચ્ચે થયેલી ડૉકટરોની આ તકરારને ગંભીરતાથી લીધી હતી અને આ ઘટનાની તપાસ કરવા માટે 5 સભ્યોની કમિટી બનાવી હતી. તપાસ દરમિયાન ડૉકટરોએ એકબીજા સામે રેગિંગની ફરિયાદ કરી હતી. જેના કારણે સમગ્ર મામલે એન્ટી રેગિંગ કમિટીએ તપાસ શરૂ કરી હતી. તપાસના અંતે એન્ટી રેગિંગ કમિટીએ સ્મીમેર હોસ્પિટલના 5 તબીબોને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો હતો. રેગિંગ મામલે સ્મીમેર હોસ્પિટલના ડૉક્ટર મીતેષ અને ડૉક્ટર રાજને બે ટર્મ એટલે કે એક વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને અન્ય ત્રણ ડૉકટરોને એક મહિના માટે સસ્પેન્ડ કરવાનો નિર્ણય એન્ટી રેગિંગ કમિટી દ્વારા લેવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp