ભરૂચની કેમિકલ કંપનીમાં બ્લાસ્ટ 15 કિમી સુધી અવાજ સંભળાયો, 21 લોકો ઈજાગ્રસ્ત

PC: youtube.com

ગત મોડી રાત્રે ભરૂચની કેમિકલ કંપનીમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. ભરૂચના ઝઘડીયા GIDCની UPL કંપનીમાં બ્લાસ્ટ સાથે એકાએક આગ લાગી હતી. આ ઘટનામાં કંપનીમાં કામ કરતા 21 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની માહિતી મળી રહી છે. ઘટનાની જાણ થતા પોલીસ અને ફાયરના જવાનો ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. ફાયરના જવાનોએ આગ પર કાબુ મેળવવાની તજવીજ હાથ ધરી હતી. આ ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા 21 લોકોને સારવાર માટે અંકલેશ્વર અને વડોદરાની હોસ્પિટલમાં 108ની મદદથી ખસેડવામાં આવ્યા હતા. કંપનીમાં આગની ઘટનાની જાણ થતા ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગના અધિકારીઓ પણ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા.

કંપની દ્વારા કહેવામાં આવ્યું હતું કે, બોયલર બ્લાસ્ટ થવાના આગ લાગી હતી. વહેવી સવાર સુધીમાં ફાયરના જવાનોએ આગ પર કાબુ મેળવી લીધો હતો. જે 21 લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા તેમાંથી 13 લોકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

આ ઘટનામાં કોઈ વ્યક્તિનું મોત થયું નથી. કંપનીમાં બોયલર બ્લાસ્ટનો અવાજ એટલો જોરદાર હતો કે, 15 કિલોમીટર દૂર સુધી તેનો અવાજ સંભળાયો હતો. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, કંપનીની આજુબાજુમાં આવેલા દઢેડ, ફૂલવાડી અને કરલસાડી ગામમાં બ્લાસ્ટના અવાજના કારણે કેટલાક ઘરોના કાંચ પર તૂટી ગયા હતા. કંપનીમાં લાગેલી આગના ધૂમાડા પણ દૂર-દૂર સુધી જોવા મળ્યા હતા. કંપનીમાં બ્લાસ્ટની ઘટનાને પગલે આસપાસના ગામના લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp