26th January selfie contest

ગુજરાતમાં દારૂબંધી હટાવવા સુરતના એક વકીલનો GHRCને પત્ર

PC: khabarchhe.com

ગુજરાત હ્યુમન રાઈટ કમિશનને 10 જુલાઈના રોજ સુરતના એક બત્રીસ વર્ષના યુવાન કે જે વ્યવસાયે વકીલ છે તેમણે એક પત્ર લખી હ્યુમન રાઈટ કમિશનને વિનંતી કરી અને ગુજરાત જેવા સમૃદ્ધ રાજ્યની કુલ સાડા છ કરોડ જનતાની વચ્ચે દારૂ પરના પ્રતિબંધને લઈને જાણે ખૂબ મોટો અન્યાય સહન કરી રહ્યા હોય તેમ તેમની લાચારી અને પીવાની ‘તડપ’ને ધ્યાને લઈને મહેરબાન શ્રી મંજૂરી આપી ગુજરાત રાજ્યમાં લાદેલ દારૂ પ્રતિબંધને હટાવો તેવી લાગણી સભર વિનંતી કરી હતી.

દેશના ઘણાં રાજ્યોમાં દારૂ પર કોઈ પ્રતિબંધ નથી અમે કદાચ ત્યાં તમામ જગ્યાએ મળતો દારૂ કરતાં ગુજરાતમાં લોકો પોતાની પીવાની ટેવને કારણે લાખો, કરોડો રૂપિયા વધુ આપીને લૂંટાઈ રહ્યાં છે. કારણ કે અન્ય રાજ્યોમાં જ્યાં શરાબ પ્રતિબંધિત નથી ત્યાંનો અને ગુજરાતમાં ખાનગીમાં મળતો દારૂની કિંમતમાં જમીન આસમાન જેટલો ફરક છે અને એ ફરક ગેરકાયદેસર ગુજરાતમાં દારૂ પીરસવાની ગેરકાનૂની રોકડી આવક કરાવી આપતી ‘મૌન પરમિશન’ની છે.

અને એ ઉપરની લાખો, કરોડોની કટકી છેક ઉપર એટલે ગાંધીનગરથી ફરતી-ફરતી આમ આદમીમાંથી પોલીસ કોન્સ્ટેબલમાંથી બનેલું કરોડો રૂપિયા કમાઈ લેતું નાનકડું એક ‘રેટિયું’ કે જેને દારૂ/શરાબ વેચનાર, પીનાર અને ચૂપચાપ પીવાની મંજૂરી આપનાર અધિકારીઓની ભાષામાં ‘વહીવટદાર’ના હુલામણા નામે બોલાવાયા છે તેની ચેન થકી સમગ્ર ધંધો ધમધોકાર ચાલે છે અને પીવાનો રસ ધરાવનાર શરાબ શોખીનો વધારાના રૂપિયા ગુમાવે છે અને આખો મીંચીને લોકો લૂંટાય છે.

1960થી મહારાષ્ટ્રથી ગુજરાત અલગ થયું ત્યારનો આજ પ્રમાણેનો સિલસિલો અકબંધ છે. પીવાવાળા અને વેચવાવાળાઓની પેઢીઓ બદલાતી રહે છે પણ ગાંધીજીના નામે ચડાવેલ ગુજરાતમાં દારૂ/શરાબ ઉપરના પ્રતિબંધના નામે મજાક સિવાય બીજો મોટો કોઈ ‘તાયફો’ નથી જોવા મળતો. એટલે હવે આટલા વર્ષો પછી સુરતના એક ગુજરાતી યુવાન કે જે પોતે વ્યવસાયે વકીલાત સાથે જોડાયા છે જેમણે અગર આવી કોઈ રજુઆત ગુજરાત હ્યુમન રાઈટ કમિશનને ના પણ કરી હોત તો પોતાના વ્યવસાય પ્રમાણે દારૂ પીને પકડાઈ જનાર લોકોના કેસ લડીને રોજી રોટી મેળવી શક્યા હોત પણ તેમણે પોતે વ્યથિત થઈને GHRC ને પત્ર લખીને શા માંટે પ્રતિબંધને નામે પોતાની શરાબ પીવાની શોખીન જનતામાં ખિસ્સામાંથી જનતાની પરસેવાની કમાણીના લાખો, કરોડો વધારાના કોઈને લૂંટવાનો અધિકાર ચલાવી લે. અને શા માટે ગાંધીજીની મર્યાદા અને આબરૂની આડમાં વર્ષોથી ચાલતો છાનોમાનો દારૂ/શરાબનો ગેરકાયદેસરનો ધંધો ચલાવી લેવો. તેમજ શા માટે ફક્ત પોરબંદર સુધી શરાબ પ્રતિબંધ રાખીને ગુજરાતના અન્ય જિલ્લાઓ કે ભાગમાંથી હટાવી લેવો જોઈએ નહીં તેવી દલીલાત્મક ઉદાહરણ અને પુરાવા સાથે ગુજરાતમાં રહેતી પીનાર અને દારૂ/શરાબનો નહીં પીનાર જાહેર જનતા વતી GHRC ને પત્ર લખીને વિનંતી કરી પોતાની એક કાયદાના જાણકાર વકીલ અને ઉંમરમાં યુવાન હોવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

હવે જોવાનું એ રહેશે કે સુરતના આ યુવા વકીલની વાતને સરકાર અને હ્યુમન રાઈટ કમિશન કેટલું ગંભીર લઈને ખરેખર રાજ્યમાં લાદેલા દારૂ/શરાબના પ્રતિબંધને ઉઠાવીને રાજ્યની છ કરોડ જનતામાંથી લગભગ બે કરોડ જેટલી જનતાના ખિસ્સાને લૂંટતું બચાવશે કે હજુય પોતાના ઘર ભણી લાખો, કરોડો તાણી જવાની આદતને છોડવા તૈયારી નથી તે સાબિત થઈ જશે.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp