AAP માટે વધુ એક મોટા ગૂડ ન્યૂઝ, વોર્ડ નં.2, 4 અને 16 બાદ વધુ આ 2 વોર્ડમાં જીત

PC: Khabarchhe.com

સુરત મહાનગરપાલિકામાં વિરોધપક્ષ તરીકે આમ આદમી પાર્ટી બેસે તેવું લાગી રહ્યું છે. કારણ કે, સુરતમાંથી કોંગ્રેસના સુપડા સાફ થઇ ગયા છે. સુરતમાં કોંગ્રેસના ગઢમાં આમ આદમી પાર્ટીએ ઝાડું ફેરવી દીધું છે. વોર્ડ નંબર 17માં AAPની ભવ્ય લિડથી જીત થઇ છે. વોર્ડ નંબર 17 પુણા પૂર્વમાંથી ભાજપના ઉમેદવાર શીતલ ભડીયાદરા, મંજુલા શિરોયા, ભારત વડોદરિયા, હરેશ જોગાણીની હાર થઇ છે. કોંગ્રેસના ઉમેદવાર વિલાસ પડસાલા, વિલાસ ગાજીપરા, નીલેશ કુંભાણી અને ધીરુ લાઠીયાની હાર થઇ છે. પુણા પૂર્વમાં આમ આદમી પાર્ટીના તમામ ઉમેદવારોની જીત થઇ છે. આ ઉપરાંત વોર્ડ નંબર 5 અશ્વનીકુમાર-ફૂલપાડામાંથી પણ ભાજપના ઉમેદવાર રશ્મિતા હિરાણી, જયશ્રી વોરા, ચેતન દેસાઈ અને ધર્મેશ કાકડીયાની હાર થઇ છે. આ ઉપરાંત કોંગ્રેસના ઉમેદવાર નીલમ વઘાસીયા, દક્ષા ભુવા, પ્રફુલ તોગડિયાઅ અને દિનેશ કાછડિયાની પણ હાર થઇ છે. ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારને પછાડીને આમ આદમી પાર્ટીના ચારે ચાર ઉમેદવાર વિજય થયા છે.

સુરતમાં કોંગ્રેસને પાટીદારોની સાથે ટક્કર લેવી ભારે પડી હતી. કોંગ્રેસે પાટીદાર અનામત આંદોલન સમિતિની સાથે ટક્કર લેતા પાટીદાર વિસ્તારમાંથી કોંગ્રેસના સુપડા સાફ થઇ ગયા છે. પાટીદારોએ સુરતમાં પરિવર્તન લાવવા માટે એક મોકો આપને આપ્યો છે. સુરતમાં આમ આદમી પાર્ટીએ પહેલી વખત તમામ બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા કર્યા અને ઉમેદવારોની જીત માટે એડી ચોટીનું જોર લગાવ્યું હતું. ત્યારે હવે ચૂંટણી પ્રચારમાં આપની મહેનત ફળી અને સુરત મહાનગરપાલિકામાં વિપક્ષનું સ્થાન આમ આદમી પાર્ટીને મળ્યું છે.

સુરત મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટીની એન્ટ્રી થઈ ચૂકી છે. સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર 4 અને વોર્ડ નંબર 16 બાદ વોર્ડ નંબર 2મા પણ આમ આદમી પાર્ટીએ બાજી મારી લીધી છે અને AAPના ઉમેદવારોનો વિજય થયો છે. વોર્ડ નંબર 4 કાપોદ્રા અને વોર્ડ નંબર 16 પુણા(પશ્ચિમ)માં આમ આદમી પાર્ટીએ જીત હાંસલ કરી છે. વોર્ડ નંબર 4માંથી ધર્મેન્દ્ર છગન વાવલિયા, ઘનશ્યામ ગોવિંદ મકવાણા, સેજલ જીગ્નેશ માલવિયા અને કુંદન હરેશ કોઠિયાનો વિજય થયો છે. આ ઉપરાંત વોર્ડ નંબર 16 પુણા(પશ્ચિમ)માંથી પાયલ કિશોર સાકરિયા, જીતેન્દ્ર પાંચા કાછડિયા, વિપુલ ધીરુ મોવલીયા અને શોભના કિરીટ કેવડીયાનો વિજય થયો છે.

ત્યારે હવે ખબર પડી રહી છે કે, વોર્ડ નંબર 2મા મોનાલી અરવિંદભાઈ હિરપરા, રાજેશભાઈ રાઘવભાઈ મોરડિયા, અલ્પેશ અશોકભાઈ પટેલ અને ભાવનાબેન ચીમનભાઈ સોલંકી ઉમેદવારોનો વિજય થયો છે. પૂણા(પશ્ચિમ) અને કાપોદ્રામાં આપના ઉમેદવારોને મળેલા મતના આંકડા આવી ગયા છે, જે મુજબ સુરતમાં કોંગ્રેસ અને ભાજપના ગઢમાં ગાબડું પાડીને આમ આદમી પાર્ટીએ સુરત મહાનગરપાલિકામાં એન્ટ્રી કરી છે. ત્રણ વોર્ડમાં જીત હાંસલ કરતા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓમાં ખૂશીનો માહોલ જોવા મળ્યો છે. મતગણતરી કેન્દ્ર બહાર આમ આદમી પાર્ટીના જ કાર્યકર્તાઓ જોવા મળી રહ્યા છે.

વોર્ડ નંબર 4ના કાપોદ્રાની વાત કરીએ તો આ વોર્ડ પર કુંદન કોઠિયાને 21623, સેજલ માલવિયાને 19687, ઘનશ્યામ મકવાણાને 20862 અને ધર્મેન્દ્ર વાવલિયાને 21180 મત મળ્યા છે, જ્યારે વોર્ડ નંબર 16 પૂણા(પશ્ચિમ)માં આપના ઉમેદવાર પાયલ સાકરિયાને 23154, શોભના કેવડિયાને 21348, જીતેન્દ્ર કાછડીયાને 24119 અને વિપુલ મોવલિયાને 22510 મતો મળ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp