સુરત સ્થિત સાઉથ ઈન્ડીયન ફેમિલીના મૃતદેહો કેલિફોર્નિયાની નદીમાંથી મળી આવ્યા

PC: http://kymkemp.com

સુરતમાં નોકરી કરતા અને કેલિફોર્નિયા ખાતે ફરવા ગયેલા દક્ષિણ ભારતની આખીય ફેમિલી પાંચમી એપ્રિલથી લાપતા થઈ હતી. લાપતા થયેલા તમામ ચારેય જણાના મૃતદેહો આજે મળી આવતા થોત્તાપિલે પરિવારમાં શોકની કાલિમા પથરાઈ ગઈ હતી.

પાંચમી એપ્રિલે લાપતા થેયલા પરિવાર અંગે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજને ટવિટર પર અપીલ કરવામાં આવી હતી અને સુષ્મા સ્વરાજે આ અંગે ગૂમ થયેલા પરિવાર માટે સરકાર દ્વારા થઈ રહેલા પ્રયત્નની માહિતી પણ શેર કરી હતી.

સંદીપ થોત્તાપિલ્લે પત્ની અને બાળકો સાથે કેલિફોર્નિયાના પોર્ટલેન્ડના ઓરેજોનથી સાન જોસ જઈ રહ્યા હતા ત્યારે ગૂમ થઈ ગયા હતા. સંદીપ સુરતમાં રહીને મોટો થયો હતો. પિતા બાબુ સુબ્રમણયમની નાનકડી દુકાન હતી અને બે બાળકો સંદીપ અને સચીનને ભણાવ્યા હતા. ભણ્યા બાદ સંદીપે સુરતમાં બાટલીબોટ અને રિલાયન્સમાં નોકરી કરી હતી બાદમાં ઈન્ડીયન બેન્કમાં જોબ લાગી હતી. સંદીપે એચઆરનો કોર્ષ કર્યો હતો.

મળેલી માહિતી પ્રમાણે થોત્તાપિલ્લે પરિવાર નોર્થ લેગેટથી એસયુવી કારમાં શુક્રવારે મુસાફરી કરી રહ્યો હતો. મુસાફરી દરમિયાન અચાનક આવેલા પ્રચંડ પુરમાં તેમની કાર ફસાઈ જવા પામી હતી. બાર દિવસ બાદ થોત્તાપિલે પરિવારના ચારેયના શબ મળી આવ્યા હતા.

સંદીપ(42) ઉપરાંત પત્ની સૌમ્યા (38), બાળકો સિધ્ધાંત(12) અને પુત્રી સાચી (9) સાથે ઘરવાળાની અંતિમ વાત પણ થઈ હતી પરંતુ તેઓ પોર્ટલેન્ડમા હોન્ડા પાયલોટ કંપનીની મરુન કલર કારમાં સાન જોસ જઈ રહ્યા હતા ત્યારે તેમની કાર લાપતા બની હતી. આજે કારને પાણીમાંથી કાઢવામાં આવી હતી. સમગ્ર પરિવાર કારમાં જ હતો અને મૃત હાલતમાં મળી આવ્યો હતો. બાર દિવસ સુધી ચાલેલી સર્ચ કામગીરીમાં પોલીસે ખાસ્સી જહેમત ઉઠાવી હતી. વિમાન મારફત એરિયલ સર્ચ પણ કરવામાં આવ્યું હતું.

જે સ્થળેથી કારની પાણીમાં તણાઈ જવાની શંકા હતી ત્યાંથી લગભગ અડધા માઈલના અંતરે એલે નદીના રેગેટ વિસ્તારમાંથી કાર મળી આવી હતી. સંદીપ, પત્ની સૌમ્યા, બાળકો સિધ્ધાંત અને સાચી કારમાં જ મૃત હાલતે મળી આવતા થોત્તાપિલે પરિવાર હિબકે ચઢ્યું હતું. પાણીમાં કાર આશરે 10 ફૂટ કરતા વધારે અંદર હતી. અને કાદવ કિચડમાં ફસાઈ જવા પામી હતી. ભારે વરસાદના કારણે એલે નદી પ્રચંડ વેગથી બે કાંઠે વહી રહી હતી તેના કારણે લાપતા બનેલા પરિવારને શોધવામાં મુશ્કેલી નડી હતી. પાણી ઓસરતા સર્ચ ઓપરેશન સફળ રહ્યું હતું અને ચારેયની ડેથ બોડી મળી આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp