સેલવાસમાં મદરેસામાં અભ્યાસ કરાવતા મૌલવીએ 17 વર્ષની સગીરને પીંખી નાંખી

PC: images.pexels.com

એક સમયે ઉત્તર પ્રદેશમાં મદરેસા વિવાદમાં આવ્યા હતા. પણ ગુજરાતમાં એક એવી ઘટના બની છે જેમાં ફરી એકવખત મદરેસા સામે પ્રશ્નો ઊભા થયા છે. સેલવાસના બાવિસા ફળિયા ખાતે આવેલા મદરેસામાં અભ્યાસ કરાવતા મૌલવી પર 17 વર્ષની સગીરાએ દુષ્કર્મનો આરોપ લગાવ્યો છે. જેના કારણે સમગ્ર સેલવાસ પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ ઘટનાને ધ્યાને લઈને સેલવાસ પોલીસ ઉચ્ચ અધિકારીઓએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. મેડિકલ રીપોર્ટ બાદ મૌલવી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે.

તા. 23ના રોજ સાંજે સેલવાસના બાવિસા ફળિયામાં 35 વિદ્યાર્થિનીઓ સાથે ચાલતા મદરેસામાં આ ઘટના બની હતી. જેના કારણે આ મદરેસા વિવાદમાં આવ્યું છે. મૌલવીએ અભ્યાસ કરતી 17 વર્ષની સગીરા પર કુકર્મ આચર્યું હોવાની ફરિયાદ સગીરાએ કરી છે. સગીરાએ માતાને એવો ફોન કર્યો હતો કે, એની તબિયત ખરાબ છે. જ્યારે માતા એને મળવા માટે પહોંચી ત્યારે સગીરાએ સમગ્ર ઘટનાની જાણ કરી હતી. દીકરીની વાત સાંભળ્યા બાદ માતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. અમદાવાદ પોલીસે સગીરાની માતાની ફરિયાદને આધારે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે સગીરાને મેડિકલ તપાસ માટે મોકલવા માટે પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે. જ્યારે મૌલવીની ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસ હાલમાં મેડિકલ રીપોર્ટની રાહ જોઈ રહી હતી. મેડિકલ રીપોર્ટ આવતા પોલીસે દુષ્કર્મની ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે. પોલીસે આ કેસમાં પોક્સોની કલમ નોંધીને કાયદેસરના પગલાં લીધા છે. જોકે, અમદાવાદમાં બનેલી આ ઘટનાથી અન્ય મદરેસા સામે પણ પ્રશ્નો ઊભા થયા છે.

વલસાડ પોલીસે મદરેસામાં પણ તપાસ શરૂ કરી દીધી છે. આ કેસમાં FSLની મદદ પણ લેવાશે. જેના રીપોર્ટનું ખાસ વિશ્લેષણ કરાશે. મદરેસામાં અભ્યાસ કરતી અન્ય વિદ્યાર્થિનીઓનું પણ નિવેદન લેવામાં આવી રહ્યું છે. મૌલવીની પત્નીએ દાવો કર્યો છે કે, પતિ સામે ખોટા આક્ષેપ થઈ રહ્યા છે. જો એ સાચા હશે તો એને છૂટાછેડા આપવા માટે તૈયાર છું. જોકે, આ સમગ્ર વિષયને લઈને આખા સેલવાસમાં અનેક પ્રકારની વાતો થઈ રહી છે. પોલીસ કેસના મૂળ સુધી પહોંચવા માટે પ્રયાસ કરી રહી છે. કેટલાક શંકાસ્પદ લોકોના નિવેદન પણ લેવામાં આવી રહ્યા છે. અનેક દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ ચાલુ કરી દીધો છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp