CBI ઓફિસર સુનિલ નાયરે કેમ કહ્યું કે પોલીસ સાથે પંગો લેશો નહીં?

PC: khabarchhe.com

12 કરોડના બીટકોઈનની પડાવી લેવાની અને સીબીઆઈ દ્વારા રૂપિયા પાંચ કરોડ રૂપિયા લીધાવાની હોવાની ફરિયાદ હવે સીબીઆઈના ડાયરેકટર સહિત કેન્દ્ર ગૃહમંત્રી સુધી પહોંચી છે. જેમાં ભોગ બનનાર બીલ્ડર શૈલેષ ભટ્ટે આખી ઘટના ક્રમબંધ રજુ કરી, પુર્વ ધારાસભ્ય નલીન કોટડીયા, અમરેલીના ડીએસપી જગદીશ પટેલ પોલીસ ઈન્સપેકટર અનંત પટેલ, સીબીઆઈ ઈન્સપેકટર સુનિલ નાયર અને સુરતના ધારાસભ્ય કીરીટ પાલડીયા અને સાતથી આઠ અજાણ્યા ઈસમો સામે અપહરણ અને ખંડણી ઉધરાવવા સહિત માર મારવાની અને મારી નાખવાની ધમકી આપવાની ફરિયાદ નોંધવા માગણી કરી કરી છે.

બીટકોઈન સહિત તમે અનેક બેનંબરના ધંધા કરો છો, તમારે ત્યારે ઈન્કમ ટેકસ સહિત ઈડીના દરોડા પડશે તેવી ધમકી આપી સુરતના બીલ્ડર શૈલેષ ભટ્ટ પાસેથી રૂપિયા પાંચ કરોડ પડાવી લેનાર સીબીઆઈ ઈન્સપેકટર સુનિલ નાયરે અમરેલી પોલીસ સાથે પણ પંગો નહીં લેવાની સલાહ આપી હતી, અમરેલીના પોલીસ ઈન્સપેકટર અનંત પટેલે શૈલેષ ભટ્ટનું અપહરણ કરી તેમને ચીલોડા પાસેના કેશવ ફાર્મમાં ગોંધી રાખી માર મારી, મારી નાખવાની ધમકી આપી, 12 કરોડના બીટકોઈના ટ્રાન્સફર કરી લીધા હતા, આ ઘટના બાદ ફાર્મ હાઉસમાંથી છુટેલા શૌલેષ ભટ્ટ મદદ માતે કિરીટ પાલડીયા સાથે સીબીઆઈ ઈન્સપેકટર સુનિલ નાયરના ઘરે ગયા હતા.

તેમણે સુનિલ નાયર પાસે અમરેલી પોલીસ સામે કાર્યવાહી કરવામાં મદદ માંગી હતી, પણ નાયરે સલાહ આપી હતી કે પોલીસ સાથે પંગો લેશો નહી, પોલીસ તમને કોઈ પણ ખોટા કેસમાં ફસાવી દેશે, જો કે ત્યાર બાદ પણ અનંત પટેલે ધમકી ચાલુ રાખી પૈસાની માગણી કરતા દિલીપ નામની વ્યકિત દ્વારા રૂપિયા 78 લાખ રોકડા ચુકવવામાં આવ્યા હતા, શૈલેષ ભટ્ટે તમામ સ્તેરે આપેલી રકમ કયાંથી અને કેવી રીતે હવાલા દ્વારા સંબંધીત લોકો સુધી પહોંચી તેની વિગતો પણ પત્રમાં જણાવી છે.સીઆઈડી દ્વારા શૈલેષ ભટ્ટના નિવેદનની ખરાઈ કરવા માટે આંગડીયા પેઢી દ્વારા ચુકવાયેલી રકમનો હિસાબ તપાસ્યો હતો,

જેમાં તમામ વ્યવહાર મળી આવ્યા છે, જેમાં ગાંધીનગરની ઈન્ફોસિટી ખાતે પણ એક રકમ ચુકવાની હોવાનો પુરાવા સીઆઈડીને મળ્યો છે. શૈલેષ ભટ્ટ અમદાવાદ આવી સીઆઈડીને પોતાનું નિવેદન નોંધાવે તેના આધારે સીબીઆઈના ઈન્સપેકટર સુનિલ નાયરને પણ બોલાવી તેમનું નિવેદન લેવામાં આવે તેવી સંભાવના છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp