સુરત જિલ્લામાં 30 જુલાઈ સુધી 'જનસંખ્યા સ્થિરતા પખવાડિયા'ની ઉજવણી

PC: khabarchhe.com

વિશ્વ વસ્તી દિનની ઉજવણી અંતર્ગત તા.11 જુલાઈથી 30 જુલાઈ દરમિયાન સુરત જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા જનસંખ્યા સ્થિરતા પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે. જે સંદર્ભે આરોગ્યકર્મીઓની ઉપસ્થિતિમાં કુટુંબ કલ્યાણની સેવાઓ અને સામાન્ય નાગરિકની સમસ્યાઓ અંગે વર્કશોપ યોજાયો હતો.

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.હસમુખ ચૌધરીએ જણાવ્યું હતું કે, ‘હાલ કોવિડ-19 ના કેસોમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે, કોરોના નિયંત્રણમાં આવી રહ્યો છે, છતાં ગ્રામ્ય સ્તરે RTPCR ટેસ્ટીંગમાં વધારો કરવો જરૂરી છે. સી.એચ.સી. સેન્ટરો પર વેક્સીનેશનને લગતી સુવિધાઓ વધારવા પર તેમણે ભાર મૂક્યો હતો. દરવર્ષે 11 જુલાઈથી 24 જુલાઈ દરમિયાન ઉજવાતા જનસંખ્યા સ્થિરતા પખવાડિયું આ વર્ષે 11 જુલાઈથી 30 જુલાઈ દરમિયાન ઉજવાશે. જેમાં સહભાગી થઈને ગ્રામજનોમાં આ અંગેની જાગૃત્તિ આણવા અભિયાનથી જોડવા અનુરોધ કર્યો હતો.

અધિક જિલ્લા આરોગ્ય અધિકારી એમ.એમ.લાખાણીએ આરોગ્ય શાખા સાથે સંકળાયેલ તમામ સુપ્રિન્ટેન્ડન્ટસ, SDH પ્રોગ્રામ અધિકારીઓને કુટુંબ કલ્યાણ અને આરોગ્યને લગતી ઝુંબેશ માત્ર પખવાડીયા માટે જ નહીં, પરંતુ સંપૂર્ણ વર્ષ દરમિયાન શરૂ રહે એ સ્તરે કામગીરી કરવા જણાવ્યું હતું. વર્કશોપમાં જિલ્લા R.C.H. અધિકારી પિયુષ શાહ, જિલ્લા IEC અધિકારી મુકેશ ભટ્ટ અને સુપ્રિટેન્ડેડ, S.D.H. અને C.H.C.પ્રોગ્રામ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp