સુરતમાં અલ્પા પટેલ અને જિગ્નેશ કવિરાજના ડાયરામાં ગાદલા-તકિયા ઉછળ્યા, જુઓ VIDEO

PC: facebook.com

સુરતના દિન પ્રતિદિન અસામાજિક તત્ત્વોનો આતંક વધી રહ્યો છે. હવે તો ધાર્મિક અને સેવાના હેતુથી કરવામાં આવેલા કાર્યક્રમમાં પણ અસામાજિક તત્વો પોતાનો ત્રાસ દેખાડી રહ્યા છે. સુરતમાં 13 જાન્યુઆરીના રોજ સેવા કાર્ય કરતી મુસ્કાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સુરતના અબ્રામાં વિસ્તારમાં એક લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોક ડાયરામાં પ્રસિદ્ધ લોક ગાયિકા અલ્પા પટેલ, ગાયક જીગ્નેશ કવિરાજ અને ઉમેશ બારોટ ઉપસ્થિત રહ્યા હતા. આ ડાયરામાં મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી પરંતુ શરૂ ડાયરામાં કેટલાક અસામાજિક તત્વોએ વિક્ષેપ કરવાનો પ્રયાસ કર્યો હતો.

જે સમયે ડાયરામાં ફોર્ચ્યુનર લાયો ગીત ચાલી રહ્યું હતું ત્યારે કેટલાક અસામાજિક તત્વોએ ગાદલા અને તકિયા હવામાં ઉછાળવાનું શરૂ કર્યું હતું પરંતુ તાત્કાલિક ટ્રસ્ટના કાર્યકર્તાઓએ કડક હાથે કાર્યવાહી કરીને અસામાજિક તત્ત્વોને ચેતવણી આપી હતી. ટ્રસ્ટના કાર્યકર્તાઓની સુજબુજ અને મેનેજમેન્ટના કારણે ડાયરામાં કોઈ પ્રકારની અવ્યવસ્થા સર્જાઈ નહોતી. મુસ્કાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઘણા સામાજિક કાર્યક્રમો કરવામાં આવે છે અને સામાજિક કાર્યને વધુ વેગ આપી શકાય તેવા હેતુથી આ ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, સુરતમાં યોજાનારા ડાયરાઓમાં ગાદલા અને તકિયા ઉછળવાએ સામાન્ય બાબત છે. થોડા મહિનાઓ પહેલા કીર્તીદાન ગઢવીનો ડાયરો યોગીચોકમાં યોજાયો હતો ત્યારે પણ કેટલાક અસામાજિક તત્ત્વોએ શરૂ ડાયરામાં તકિયા અને ગાદલા ઉછળ્યા હતા. આ ઘટના બનવાથી કીર્તીદાન ગઢવી ડાયરો છોડીને જતો રહ્યો હતો.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp