કોંગ્રેસ માત્ર વાતાનો વડા કરે છે, રત્નકલાકારો માટે રસ્તા પર ઉતરતી નથી
કોંગ્રેસના ગુજરાત પ્રભારી મુકુલ વાસનિક, ગુજરાત પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા મંગળવારે સુરતની મુલાકાતે આવ્યા હતા તેમણે રત્નકલાકારો, અમિત શાહે ડો.બાબા સાહેબ આંબેડકરનું કરેલું અપમાન જેવા મુદ્દા પર ચર્ચા કરી હતી.
શક્તિસિંહે કહ્યું કે, સુરતના ડાયમંડ ઉદ્યોગમાં રત્નકલાકારોની હાલત ઘણા સમયથી ખરાબ ચાલી રહી છે. આ બાબતે અમે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. જ્યારે ગોહિલને સવાલ પુછવામાં આવ્યો કે, કોંગ્રેસ માત્ર નિવેદનો અને પત્ર લખીને સંતોષ માની લે છે, રત્નકલાકારોની આટલી ચિંતા હોય તો કોંગ્રેસ રસ્તા પર કેમ નથી ઉતરતી? ગોહિલે કહ્યું કે, અમે વડોદરામાં લોકોની સમસ્યા માટે રસ્તા પર ઉતર્યા હતા, સુરતના રત્નકલાકારો માટે પણ ઉતરીશું.
અમિત ચાવડાને એક સવાલ પુછવામાં આવ્યો હતો કે,ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર અસલમ સાયકલવાલા અને લોકસભામાં નૈષધ દેસાઇ ઉમેદવાર હતા ત્યારે એક પણ સ્થાનિક કોંગ્રેસ નેતા કે કાર્યકરો દેખાયા નહોતા.ચાવડાએ આ સવાલનો જવાબ આપ્યો નહોતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp