સોશિયલ મીડિયા પર ફેક આઈડી બનાવનાર સાવધાન

PC: digitaltrends.com

સુરત શહેરના રાંદેર વિસ્તારની યુવતીને બદનામ કરવાના ઈરાદાથી સોશિયલ મીડિયામાં તેની ફેક આઈડી બનાવનાર અને અશ્લીલ પોસ્ટ કરનાર એક યુવકને ક્રાઈમ બ્રાન્ચે પકડી પાડ્યો છે.

પોલીસના જણાવ્યા અનુસાર સુરત શહેરની ભટાર રોડ સ્થિત ઈશિતા પાર્ક સોસાયટીમાં રહેતા વત્સલ શાહ નામના યુવકે જ પીડિત યુવતીની ફેક આઈડી બનાવી હતી. વત્સલની ઉંમર 20 વર્ષની છે અને તે રત્ન કલાકાર છે. વત્સલે યુવતીને બદનામ કરવાના ઈરાદાથી ઈન્સ્ટાગ્રામ પર બે ફેક આઈડી બનાવી હતી. વત્સલ અને પીડિત યુવતીની પહેલાં મિત્રતા હતી અને બંને વચ્ચે વાતચીત થતી હતી પરંતુ પછી યુવતીને વાતચીત કરવાનું બંધ કરી દીધું હતું. જેનો બદલો લેવા માટે યુવતીના ફોટોનો ઉપયોગ કરીને ફેક આઈડી બનાવી અને યુવતીના મિત્રો અને સંબંધીઓને તે એકાઉન્ટ સાથે જોડ્યા. પછી યુવતીને બદનામ કરવાના ઈરાદાથી અશ્લીલ ફોટો અને મેસેજ પોસ્ટ કરવાનું શરુ કર્યું હતું.

આ વાતની જાણકારી સંબંધીઓ પાસેથી મળતા જ યુવતીના પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ક્રાઈમ બ્રાન્ચે ઈન્સ્ટાગ્રામ પરથી બંને ફેક આઈડી બનાવનાર અને ઉપયોગ કરનારના IP એડ્રેસની માહિતી મેળવી વત્સલની શોધી કાઢ્યો હતો અને તેની ધરપકડ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp