26th January selfie contest

સુરતમાં બોલ્યા ધીરેન્દ્ર શાસ્ત્રી- ભારત શું પાકિસ્તાનને પણ બનાવી દઇશું...

PC: newsnationtv.com

બાગેશ્વર ધામના પીઠાધિશ્વર પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી પોતાના નિવેદનોને લઈને મોટા ભાગે ચર્ચામાં રહે છે. મુંબઈ, પટના બાદ હવે તેમનો ગુજરતમાં 10 દિવસનો દિવ્ય દરબાર લાગી રહ્યો છે. સુરતમાં કાર્યક્રમના પહેલા દિવસે જ બાગેશ્વર સરકારે મોટું નિવેદન આપ્યું છે. ધીરેન્દ્ર શાસ્ત્રીએ શુક્રવારે કહ્યું કે, ભારત શું અમે પાકિસ્તાનને પણ હિન્દુ રાષ્ટ્ર બનાવી દઇશું. હિન્દુ રાષ્ટ્રને લઈને તેઓ સતત નિવેદનબાજી કરતા આવી રહ્યા છે. તેમણે કહ્યું કે, પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK)ને રામ અને હિન્દુસ્તાનની જરૂરિયાત છે, પાકિસ્તાનથી POK સચવાઈ રહ્યું નથી.

બાગેશ્વર ધામના કથાવાંચક ધીરેન્દ્ર શાસ્ત્રી 26 મેથી આગામી 10 દિવસ સુધી ગુજરાતના અલગ અલગ શહેરોમાં કાર્યક્રમ કરશે. ધીરેન્દ્ર શાસ્ત્રી શુક્રવારે સુરત પહોંચ્યા હતા, જ્યાં પહેલા દિવસે જ સાંજે 5 વાગ્યાથી તેમણે દિવ્ય દરબારની શરૂઆત કરી. આ દરમિયાન પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે, હવે હું થોડા દિવસ ગુજરાતમાં વિતાવીશ. ધર્માંતણના મુદ્દા પર તેમણે કહ્યું કે, આ વિષય પર તે આદિવાસી વિસ્તારોમાં કથા કરવાની યોજના બનશે. મારો કોઈ પોલિટિકલ સંબંધ નથી. હું માત્ર એક પાર્ટી સાથે જોડાયેલો છું અને તે છે બજરંગબલીની.

ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે, ભક્તિ ભૂમિ ગુજરાતને હું નમન કરવા માગીશ. આ જગ્યાના લોકોની પહોંચ ઘણી જગ્યા છે. તમે લોકો ધન્ય છો. અહીં લોકોને જીતવા ખૂબ મુશ્કેલ છે. ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવાનું છે. ભારત જ નહીં પાકિસ્તાનને પણ હિન્દુ રાષ્ટ્ર બનાવી દઇશું. સનાતન ધર્મ માટે બધાએ જાગવું પડશે. એ લોકો નહીં જાગી શકે છે જે કાયર હશે. હું પહેલી વખત ગુજરાત આવ્યો છું, અહીનો માહોલ ગરમ છે તેમણે કહ્યું કે, આદિવાસી વિસ્તારોમાં જંગલોમાં કથા કરી રહ્યો છું એટલે ષડયંત્ર થઈ રહ્યા છે.

સુરક્ષા એટલે આપવામાં આવી રહી છે કેમ કે સનાતન વિરોધી તાકતો પણ અનુભવાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે ગત દિવસોમાં ધીરેન્દ્ર શાસ્ત્રીને ‘Y કેટેગરી’ની સુરક્ષા આપવામાં આવી હતી. મધ્ય પ્રદેશ શાસને આ બાબતે આદેશ આપ્યો. તમામ રાજ્યોને લખવામાં આવેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે, પ્રાવધાનો હેઠળ પણ તેમના રાજ્યમાં ધીરેન્દ્ર શાસ્ત્રી ગયા તો તેમને Y કેટેગરીનીસિક્યોરિટી કવર આપવામાં આવે.

બાબા બાગેશ્વરના દેશભરમાં થઈ રહેલા આયોજનોમાં ભેગી થઈ રહેલી ભીડને ધ્યાનમાં લઈને તેમને સુરક્ષા આપવામાં આવે. ધીરેન્દ્ર શાસ્ત્રી સુરત બાદ અમદાવાદ, રાજકોટ અને વડોદરામાં પણ દિવ્ય દરબાર લગાવશે. ધીરેન્દ્ર શાસ્ત્રી 7 જૂન સુધી ગુજરાતમાં કાર્યક્રમ કરશે. સુરતમાં બે દિવસ બાબાનો દિવ્ય દરબાર સજશે. આ દરમિયાન રોડ શૉ પણ કરવામાં આવશે. ત્યારબાદ 29-30 મેના રોજ અમદાવાદ, 1 અને 2 જૂનના રોજ રાજકોટ અને 2 જૂનથી 7 જૂન સુધી વડોદરામાં દિવ્ય દરબાર લાગશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp