ડૉ.ફારુક પટેલે કહ્યું- અમારે 12 લાખ એકરથી વધુની જમીન જોઈશે, આ ક્યાંથી આવશે?

PC: khabarchhe.com

કેપી ગ્રુપના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર, ડૉ. ફારુક જી પટેલે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનોલોજી, બોમ્બે (IIT બોમ્બે) સસ્ટેન-5.0માં ચીફ ગેસ્ટ તરીકે હાજરી આપી હતી અને વિદ્યાર્થીઓને લેક્ચર આપ્યું હતું. તેઓ સોલાર એનર્જીમાં ઈનોવેશન અને રિસર્ચની ઘણી સંભાવનાઓ પર વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, વર્ષ 2030 સુધીમાં ભારત સરકારના 500 GW નવીનીકરણીય ઉર્જા ક્ષમતા લક્ષ્યને પ્રાપ્ત કરવાને એક અસાધારણ પરંતુ પ્રાપ્ત કરી શકાય તેવો પડકાર છે.

ડો. ફારુક પટેલે વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે,  “આજે, ભારતે 200 ગીગાવોટ(GW)થી વધુ રિન્યુએબલ એનર્જી ક્ષમતા પ્રાપ્ત કરી છે, જેમાં સૌર ઉર્જા નોંધપાત્ર 94 GW ફાળો આપે છે. સોલાર એનર્જી ફક્ત ઉકેલનો એક ભાગ નથી, તે તેના હૃદયમાં છે. 2030 સુધીમાં 500 GW ના લક્ષ્યને પૂર્ણ કરવા માટે, આપણે આગામી પાંચ વર્ષ સુધી દર વર્ષે આશરે 60 GW રિન્યુએબલ એનર્જી સ્થાપિત કરવાની જરૂર પડશે. તે એક અસાધારણ પણ પ્રાપ્ત કરી શકાય તેવો પડકાર છે,”

સૌર ઉર્જા, ખાસ કરીને જમીનની ઉપલબ્ધતાને વધારવામાં મહત્વપૂર્ણ અવરોધો પર પ્રકાશ પાડતા, તેમણે કહ્યું, “મોટા પાયે સોલાર પ્લાન્ટ માટે જમીનની ઉપલબ્ધતા એક વાસ્તવિક અવરોધ છે. 1 મેગાવોટ સોલાર પ્લાન્ટ માટે લગભગ 4 એકર જમીનની જરૂર પડે છે. અમે 96 GW સોલાર પ્રોજેક્ટ્સ માટે પહેલાથી જ 3.84 લાખ એકર જમીનનો ઉપયોગ કરી લીધો છે. 500 GW ના અમારા લક્ષ્ય સાથે, અમારે 12 લાખ એકરથી વધુની જમીન જોઈશે. આ ક્યાંથી આવશે? તેનો ઉત્તર તમારા ઈનોવેશનમાં રહેલો છે.”  ડો. પટેલે એલન મસ્કના એક વાક્યને ટાંકતા કહ્યું કે સૂર્ય એક મોટો બટાકો છે તેની મિજબાની કરો.

વિદ્યાર્થીઓને આ ઈનોવેશન પર ધ્યાન કેન્દ્રીત કરવા સૂચન

ડૉ. પટેલે IIT બોમ્બેના વિદ્યાર્થીઓને સોલાર ટેકનોલોજીને આગળ વધારવામાં આગેવાની લેવા હાકલ કરી,  ફોટોવોલ્ટેઇક કોષોની કાર્યક્ષમતા વધારવા માટે સંશોધન પર ધ્યાન કેન્દ્રિત કરવા, સોલાર પેનલોનું આયુષ્ય 25 વર્ષથી વધુ વધારવા, સુધારેલા ઉર્જા સંગ્રહ માટે બેટરી ટેકનોલોજીમાં નવીનતા લાવવા, ફ્લોટિંગ અને વર્ટિકલ સોલાર ઇન્સ્ટોલેશન જેવા વિકલ્પો શોધવા અને સૌર ઉર્જા પ્રણાલીઓને ઑપ્ટિમાઇઝ કરવા માટે કૃત્રિમ બુદ્ધિમત્તાને એકીકૃત કરવા વિદ્યાર્થીઓને વિનંતી કરી.

ડો. ફારુક પટેલે કહ્યું કે "તમારી પાસે શક્ય હોય તે સીમાઓને આગળ વધારવા માટે બુદ્ધિમત્તા, સર્જનાત્મકતા અને સંસાધનો છે, આ ઈનોવેશન-રિસર્ચ માટે અગર વિદ્યાર્થીઓને જે પણ જરૂરિયાત હશે તે અમે પુરી પાડી શકીએ છીએ, આપ કેપી ગ્રુપના રિન્યુએબલ પાર્કની મુલાકાત લઈ શકો છો.’’

આ કાર્યક્રમમાં IIT બોમ્બેના ડેપ્યુટી ડિરેક્ટર ડૉ. કેવીકે રાવ દ્વારા  ઈગ્નોર, શિફ્ટ કરો અને સુધારણા ફ્રેમવર્ક પર પ્રેઝન્ટેશન અપાયું હતું અને મહારાષ્ટ્ર સરકારના ફી રેગ્યુલેટરી ઓથોરિટીના સચિવ રામમૂર્તિ શંકરનારાયણન દ્વારા સસ્ટેનેબલ જાહેર પરિવહન પર વાત કરાય હતી.

આ કાર્યક્રમમાં રિસાયકલ પેપર ન્યૂઝલેટર અને એક નવીન કાર્બન ફૂટપ્રિન્ટ કેલ્ક્યુલેટરનું લોન્ચિંગ પણ પર કરાયું હતું. SUSTAIN 5.0 ના પ્રારંભ નિમિત્તે મહાનુભાવોએ સૌર ઉર્જાથી ચાલતા દીવા પ્રગટાવ્યા, જે હરિયાળા ભવિષ્યની આશાનું પ્રતીક છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp