સુરતના ડૉ.રસેશ ગુજરાતીએ 1200 લોકોને બોગસ ડૉક્ટર બનાવી દીધેલા
સુરતના અઠંગ ખેલાડી ડો. રસેશ ગુજરાતીની પોલીસે ધરપકડ કરી લીધી છે અને તેની તપાસમાં ચોંકાવનારી વાત સામે આવી છે કે તેણે 1200 લોકોને બોગસ તબીબની ડીગ્રી આપી દીધી હતી. આ આખી વાત ત્યારે બહાર આવી જ્યારે સુરતની જેલના એક આરોપીએ જામીન મેળવવા માટે બોગસ મેડિકલ સર્ટિફિકેટ બનાવ્યું હતું અને 2 દિવસ પહેલાં એ બોગસ મેડિકલ સર્ટિફિકેટ આપનાર શોભિતસિંહ ઠાકુરની પોલીસે ધરપકડ કરી હતી.
એ પછી પાંડેસરા વિસ્તારમાં પોલીસે દરોડા પાડીને 13 થેલા છાપ ડોકટરોને પકડી લીધા અને એ પછી ડો, રસેશ ગુજરાતીની પણ ધરપકડ પાંડેસરા પોલીસે કરી છે. ડો. રસેશની સામે અત્યાર સુધીમાં 3 ગુના નોંધાય છે. 2017માં તેણે એક સગીરાનો ગર્ભપાત કરાવ્યો હતો અને તેમાં સગીરાનું મોત થયું હતું. તે વખતે ડો, રસેશને જેલમાં મોકલી અપાયો હતો.
તે એક ડીગ્રી આપવા માટે 70,000થી 80,000 રૂપિયા વસુલતો અને દર મહિને 5,000 પણ વસુલતો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp