પત્નીએ પતિ અને પ્રેમિકાને રંગેહાથે ઝડપ્યા બાદ, પ્રેમિકાને નગ્ન કરી માર્યો માર

PC: youtube.com

પત્ની હોવા છતાં પણ પતિ પારકી સ્ત્રી સાથે સંબંધ રાખતો હોય અને આ વાતની જાણ જ્યારે પત્નીને થાય ત્યારે પતિ અને પ્રેમિકાનું આવી બને છે. આ પ્રકારના કિસ્સાઓ ઘણા પ્રકાશમાં આવતા હોય છે. ત્યારે વલસાડના એક ગામમાં પત્ની અને પુત્રોએ પિતા અને તેની પ્રેમિકાને રંગે હાથે ઝડપી લીધા હતા અને ત્યારબાદ પિતાની પ્રેમિકાને પુત્રો અને પત્નીએ જાહેરમાં નગ્ન હાલતમાં માર માર્યો હતો. ત્યારબાદ પત્નીએ પતિ અને તેની પ્રેમિકા સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

એક રીપોર્ટ અનુસાર, વિજય નામનો 45 વર્ષનો વ્યક્તિ વલસાડના ચણવઈ ગામમાં તેની પત્ની અને બે બાળકો સાથે રહે છે. વિજય એમ્બ્યુલન્સ ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. વિજયને પાંચેક વર્ષ પહેલા શાંતિ નામની મહિલા સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. પોતે બે પુત્રોનો પિતા હોવા છતાં પણ શાંતિ સાથે સંબંધ રાખતો હતો. આ બાબતે વિજયના બે પુત્રો અને પત્નીને જાણ થતા, તેમણે શાંતિને પતિ સાથે સંબંધ ન રાખવા સમજાવી હતી. પરંતુ શાંતિને વિજયની પત્ની અને પુત્રોની વાતનો કોઈ ફરક પડ્યો ન હતો. બીજી તરફ વિજયને પણ આ બાબતે કંઈ ન હતું. તે શાંતિને અવાર-નવાર મળવા પણ જતો હતો. ત્યારે વિજયની પત્ની મનીષાએ વિજય અને શાંતિને રંગેહાથે પકડવાનો એક પ્લાન બનાવ્યો હતો.

મનીષાએ વિજયને કહ્યું હતું કે, તે બંને પુત્રોની સાથે કોઈક કામ અર્થે મુંબઈ જઈ રહી છે. 20 તારીખે આ પ્રકારનું બહાનું બનાવીને મનીષા અને તેના બંને પુત્રો ઘરેથી ચાલ્યા ગયા હતા. ત્યારે વિજય પત્ની અને પુત્રોની ગેરહાજરીનો લાભ ઉઠાવીને શાંતિને મળવા ગયો હતો. વિજયને ખબર ન હતી કે, તેના પુત્રો અને પત્નીએ તેને રંગે હાથે પકડવા માટે આ કાવતરું રચ્યું છે.

બીજી તરફ બંને પુત્રો વિજયની રેકી કરતા હતા. જેવો વિજય શાંતિના ઘરે તેને મળવા માટે ગયો ત્યારે મનીષા અને વિજયના બંને પુત્રો  શાંતિના ઘરની બહાર પહોંચ્યાં હતા અને ઘરમાં વિજય અને શાંતિને રંગે હાથે ઝડપી લીધા હતા. ત્યારબાદ પત્ની અને પુત્રોએ સાથે મળીને પિતા અને તેની પ્રેમિકાને જાહેરમાં માર માર્યો હતો. પતિ અને પ્રેમિકાને માર માર્યા પછી પત્નીએ સમગ્ર મામલે પોલીસ સ્ટેશનમાં પતિ અને તેની પ્રેમિકા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે મનીષાની ફરિયાદના આધારે પતિ વિજય, પ્રેમિકા શાંતિ અને બંનેને મદદ કરનાર અન્ય એક ઇસમની ધરપકડ કરી હતી. ( નોંધ: તમામના નામ બદલ્યા છે.)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp