ઉત્તરાયણના પર્વને લઈને સુરત પોલીસ કમિશનરે લીધો આ મહત્ત્વપૂર્ણ નિર્ણય

PC: jnrglobetrotters.com

ઉત્તરાયણના પર્વને લઈને સુરત પોલીસ કમિશનર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામામાં જણાવવામાં આવ્યું છે કે, 14 અને 15 તારીખે સુરતના તમામ ઓવર બ્રિજ ટુ-વ્હીલર માટે બંધ રહેશે. લોકોની સલામતીના પગલે સુરત પોલીસ કમિશનર દ્વારા આ મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કોઈ પણ વાહન ચાલક દ્વારા આ જાહેરનામાનો ભંગ કરવામાં આવશે તો તેની સામે ભારત ફોજદારી અધિનિયમ-1860ની કલમ 188 અને ગુજરાત પોલીસ અધિનિયમ સને-1951ની કલમ 131 મુજબ કાર્યવાહી કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, ઉતરાયણના પર્વને લઈને 14 અને 15 જાન્યુઆરીના રોજ લોકો પતંગ ચગાવતા હોવાના કારણે ઓવરબ્રિજ પર પતંગના દોરાથી લોકોને ઈજા થવાની ઘટના બનવા પામે છે. કેટલીક વાર તો પતંગનો દોરા ગાળામાં આવી જવાના કારણે લોકોના મોત પણ થાય છે. થોડા દિવસો પહેલા સુરતમાં આ પ્રકારનો એક કિસ્સો સામે આવ્યો છે. સુરતના સરથાણા વિસ્તારમાં એક ભરવાડ યુવક પોતાનું વ્હીકલ લઈને ઓવરબ્રિજ પરથી પસાર થઈ રહ્યો તે દરમિયાન અચાનક પતંગની દોરી સામે આવી જવાના કારણે એ યુવકનો ગાલથી લઇને ગાળાનો ભાગ કપાઈ ગયો હતો. આ પ્રકારની ગંભીર ઘટનાઓને બનતી અટકાવવા માટે સુરત પોલીસ કમિશનર જન હિતમાં આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp