26th January selfie contest

આગની ઘટનામાં હેમ ખેમ પરત ઘરે આવેલી વિદ્યાર્થીનીએ સમગ્ર ઘટનાનું વર્ણન કર્યું

PC: youtube.com

ગઈ કાલે સુરતના સરથાણાના તક્ષશિલા કોમ્પ્લેક્ષમાં જે આગની ઘટના બની હતી, તે ઘટનામાથી સુરક્ષિત બહાર આવેલી 13 વર્ષની શ્રુતિએ સમગ્ર ઘટનાનું ચિત્ર સ્પષ્ટ કર્યું અને ઘટના સમયે અંદરની ત્યાંની પરિસ્થિતિ કેવી હતી તે જણાવ્યું.

શ્રુતિએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, 4 વાગ્યે જ્યારે અલોહા શરૂ થયું ત્યારે ક્લાસમાં પાંચથી છ જ વિદ્યાર્થીઓ હતા બેથી ત્રણ છોકરીઓ અને ચાર છોકરાઓ કે, ત્રણ છોકરા જયારે આગ લાગી અને ધુમાડો ક્લાસમાં આવ્યો ત્યારે મેડમે પહેલા અમને નીચે ઉતાર્યા ત્યારે ત્રીજા માળના ફેશન ડિજાઈનરના કલાસીસ સુધી આગ પહોંચી ગઈ હતી. જેથી જેમ તેમ કરીને અમે ફેશન ડિજાઈનરના કલાસીસ સુધી પહોંચ્યા અને ત્યાં પણ ધુમાડો આવવા લાગ્યો એટલે અમને બારીમાંથી લટકાડ્યા અને ત્યાંથી અમને પગ પકડીને નીચે ઉતારવામાં આવ્યા હતા. બીજા વિદ્યાર્થીઓ આમ તેમ દોડવા લાગ્યા હતા અને એક છોકરી રડવા લાગી અને મમ્મી મમ્મી કરવા લાગી અને એ પછી જયારે ઉતરી ત્યારે તેના હાથમાં સીડી ન રહી જેના કારણે તે પડી ગઈ અને તેના માથામાં લાગ્યું હતુ.

શ્રુતિના પિતાએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, આખી ઘટના 4:05 વાગ્યે બની હતી ત્યાંથી ફાયરને પણ ફોન કરવામાં આવ્યો હતો અને અહીંથી અમારે જે ફાયર સ્ટેશન છે, તે ત્રણ કિલોમીટરના અંતરે છે એટલે મોડામાં મોડું પહોંચતા પણ તેને પાંચ મિનીટથી વધારે સમય થાય નહીં. આમ છતાં પણ કોલ કરે છે અને 45 મિનીટ સુધી તે લોકો આવતા નથી. એટલે તેની બેદરકારીથી જે ઘટના બની છે તેમાં મૃત્યુ આંક આટલો મોટો થયો છે, તેનું કારણ તે અને તે જ છે. આજે મારી છોકરી તો મારી સાથે છે, પણ એવા માં બાપ છે કે, તેમના દીકરા દીકરી આ ઘટનામાં ચાલ્યા ગયા છે આનુ ટોટલ જવાબદાર સુરત મ્યુંનીશીપલ કોર્પોરેશન છે અને તેની બેદરકારીના લીધે જ આ ઘટના બની છે.

શ્રુતિની માતાએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, પહેલા તો મેડમે ફોન કરીને કહ્યું કે, આગ લાગી છે. તમારી શ્રુતિને બે મિનીટમાં લઇ જાવ. મેમ રોતા હતા મને એમ લાગ્યું એટલે મને એમ થયુ કે, મને સાંભળવા ફેર થયું છે, મારી છોકરી કંઇક પડી હશે અને તેને થોડું ઘણું લાગ્યું હશે. એટલે હું ઘરેથી દોડવા જ લાગી અને ત્યાં પહોંચી તો રસ્તામાંથી ધુમાડો જોયો અને પછી મારાથી રહેવાણું અને પછી હું બુમાબુમ કરવા લાગી. પછી મેં એમ કીધું કે, આની અંદર જ મારી છોકરી છે. મેં પોણા ચાર વાગ્યાની મોકલી છે અને ચાર વાગ્યા ત્યારે તે ત્યાં પહોંચી જ ગઈ છે. મારી છોકરી આની અંદર છે મને અંદર જવાદો. પછી મને મારી છોકરીના વિચાર આવવા લાગ્યા એટલે મને કઈ પણ ભાન ન રહી. શ્રુતિ મને વારે ઘડીએ એમ કહે છે કે, મમ્મી એ ઘટનાને યાદ નહીં કરતી પેલી છોકરી પડી ગઈ છે, તે મને દેખાઈ છે. મારી આગળથી જ તેનાથી સીડી મૂકાઈ ગઈ અને તે પડી તેવું જ તેનું માંથું ફાટી ગયુ અને એ છોકરી મને મગજમાં દેખાઈ છે, રાત્રે સાડા ચાર વાગ્યે ઉઠીને તેને એમ કહ્યું કે, મેમ અમને બધાને જવા ન હતા દેતા દુમાડો હતો અને એમ કહેતા હતા કે, હમણાં પાણીના બંબાવાળા આવશે આગ ઠરી જશે અને તમને બધાને દાદરેથી ઉતારવામાં આવશે. પછી એક સરનો ફોન આવ્યો અને તેને કીધું કે, છોકરાઓને બહાર કાઢો આગ ઓલવાય એમ નથી. એટલે પછી અમને લટકાવીને લટકાવીને બહાર કાઢ્યા.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp