મહા કુંભ જવા GSRTCની 5 બસ નીકળશે, જાણી લો કયા શહેરથી કેટલા રૂપિયામાં...

PC: twitter.com

મહાકુંભમાં ગુજરાતીથી મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ જઇ રહ્યા છે ત્યારે તાજેતરમા જ ગુજરાત સરકારે એક વોલ્વો બસની સેવા શરૂ કરી હતી. જેમાં 4 દિવસના પેકેડ માટે 8100 રૂપિયા ચાર્જ નક્કી કરવામાં આવ્યો હતો. પરંતુ શ્રધ્ધાળુઓના ધસારાના ધ્યાનમાં રાખીને સરકારે વધારાની 5 નવી બસો અને જુદા જુદા શહેરથી કરવાની જાહેરાત કરી છે.

અત્યારે અમદાવાદથી એક બસ જાય છે તેમાં એક વધુ બસનો ઉમેરો કરાયો એટલે કે અમદાવાદથી રોજ હવે 2 બસ ઉપડશે જ્યારે સુરતથી દરરોજ 2, વડોદરાથી 1 અને રાજકોટથી 1 બસ ઉપડશે. અમદાવાદમાં ગીતા મંદિરથી બસ ઉપડશે જ્યારે બાકીના શહેરોમાં એસ ટી બસ સ્ટેશનથી ઉપડશે.

 અમદાવાદથી 7800 રૂપિયા, સુરતથી 8300, વડોદરાથી 8200  અને રાજકોટથી 8800 રૂપિયા બસ ભાડું લાગશે. પ્રયાગરાજમા રહેવાની વ્યવસ્થા શ્રધ્ધાળુઓએ જાતે કરવાની રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp