સ્‍વાતંત્ર્યપર્વ પર્વની ઉજવણી નિમિતે વન મંત્રીએ કોરોના વોરિયર્સનું સન્માન કર્યું

PC: khabarchhe.com

જિલ્લાકક્ષાના સ્વાતંત્ર્યદિન નિમિત્તે વન, આદિજાતિમંત્રી ગણપતભાઈ વસાવા, પદાધિકારીઓ-અધિકારીઓના હસ્તે કોરોનાની મહામારી વચ્ચે દિવસ-રાત ખડેપગે રહીને દર્દીઓની સારવાર કરતા શહેર-જિલ્લાના નવી સિવિલ હોસ્પિટલ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોના કાર્ય કરતા ડૉક્ટરો, પેરામેડીકલ સ્ટાફ, આશાવર્કરો, લેબટેક્નિશીયનો મળી કુલ 22 કોરોના વોરિયર્સોને પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરાયા હતા.

આ અવસરે ઓલપાડ તાલુકાના સાંધિયેર ગામના PHCના મેડિકલ ઓફિસર ડો. રાજેશ ગુર્જર, ચોર્યાસી તાલુકાના ઈચ્છાપોર ગામના PHCના લેબ ટેકનીશીયન તરીકે કામ કરતા મતિ ક્રિશ્નાબેન ચાવડા, મહુવા તાલુકાના વહેવલ ગામના PHCના આશા વર્કર શીલાબેન પટેલ, ચોર્યાસી તાલુકાના કુંભારીયા ગામના રહેવાસી અને કોરોના પેશન્ટ રીટાબેન જોષી, સુરત સીટીમાં 108ના ઈમરજન્સી મેડીકલ ટેકનીશીયન રાકેશ કુમાર ડુમારાલીયાને સન્માનિત કરાયા હતા.

સુરત ગ્રામ્યમાં વાંકલના 108ના પાયલોટ સંદિપભાઈ ચૌધરી, પશુઓ માટેની એમબ્યુલન્સ 1962ના પાયલોટ તરીકે કામ કરતા રિતેશભાઈ પટેલ, માંડવીમાં મેડિકલ હેલ્થ યુનીટના પેરામેડિકલ સ્ટાફમાં કામ કરતા રાકેશકુમાર પરમાર, ઓલપાડમાં મેડિકલ હેલ્થ યુનીટના મેડિકલ ઓફિસર ડો.રાકેશ સંગાડાનું સન્માન કરાયું હતું.

સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ વિભાગના અસોસીયેટ પ્રોફેસર ડો.અમિત ગામીત, મેડિકલ ફેફસા વિભાગના નિવાસી ડો. રોબિન પટેલ, નર્સ ચેપ નિવારણ કેન્દ્રમાં કામ કરતા ગણપતભાઈ પટેલ, ટેક્નિશિયન પુષ્પાબેન પટેલ, કર્મયોગી હિરેનભાઈ ચૌહાણને સન્માનિત કરાયા હતા.

જયારે સુરત મહાનગરપાલીકાના ઈસ્ટ ઝોન-બીમાં આર.સી.એચના મેડિકલ ઓફિસર ડો.દ્રુપલ કપોપરા, એસ.એમ.સીના લેબોરેટરી ટેક્નિશીયન દિવ્યા ચૌહાણ, આર.સી.એચના એ.એન.એમ પ્રિયંકા વોરા, એસ.એમ.સીના સફાઈ કામદાર મુકેશ સોલંકી, એસ.એમ.સીના એસ.આઈ અર્શદ મીરઝા, ઓ.હી.નાઝર આયુર્વેદ મહાવિદ્યાલય સુરતના આસીસ્ટન્ટ પ્રોફેસર રોગ નિદાન વૈદ્ય તેજસ એન. ગાંધી, ઉન અર્બન હેલ્થ સેન્ટરના લેબ ટેકનીશયન બંસરી દેસાઈ અને અલથાણ ભટાર યુનિટના લેબ ટેકનીશયન મેહુલ એમ.પટેલને કોરોના મહામારીમાં પોતાની ઉત્કૃષ્ઠ કામગીરી બદલ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યાં હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp