ગુજરાતમાં હજુ પડવાનો છે વરસાદઃ હવામાન વિભાગની આગાહી જુઓ શું કહે છે

PC: Windy.com

રાહત કમિશનર અને અધિક સચિવ હર્ષદ આર. પટેલના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગૃપનો વેબીનાર આજે ગાંધીનગર ખાતેથી યોજવામાં આવ્યો હતો. આ વેબીનારમાં આગામી પાંચ દિવસમાં હળવાથી સામાન્ય વરસાદ થવાની શક્યતા છે તેમ હવામાન વિભાગે જણાવ્યું છે. વેધર વોચ ગૃપના વેબીનાર બાદ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે મિડીયાને વિગતો આપતા રાહત કમિશનર હર્ષદ પટેલે જણાવ્યુ કે, 15 સપ્ટેમ્બરે સવારે 6.00 થી બપોરના 16.00 સુધી 05 તાલુકાઓમાં 1 મીમી થી લઇ 6 મીમી સુધી વરસાદ નોધાયો છે. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા તાલુકામાં સૌથી વધુ 6 મીમી વરસાદ વરસ્યો છે.

રાજ્યમાં અત્યાર સુધી તા.15/09/2020 અંતિત 1051.22 મીમી વરસાદ પડ્યો છે. જે પાછલા ત્રીસ વર્ષની રાજ્યની એવરેજ 831 મીમી ની સરખામણીએ 126.50% છે. હર્ષદ પટેલે કહ્યુ કે, IMDના અધિકારી દ્વારા આ બેઠકમાં જણાવાયુ છે કે, રાજ્યમાં હાલમાં આગામી 3 દિવસમાં ભારે વરસાદ થવાની શક્યતા નહિવત્ છે. ત્યારબાદના બે દિવસમાં રાજ્યના અમૂક સ્થળોએ સામાન્યથી હળવો વરસાદ થવાની અને એક-બે સ્થળોએ ભારે વરસાદ વરસવાની પણ શક્યતા છે. આમ આગામી પાંચ દિવસોમાં હળવાથી સામાન્ય વરસાદ થઇ શકે તેમ છે.

બેઠકમાં કૃષિ વિભાગ દ્વારા જણાવાયું હતું કે, રાજ્યમાં ચાલુ વર્ષે તા.14/09/2020 સુધીમાં અંદાજીત 85.83 લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર થયુ છે. જે ગત વર્ષે સમાન સમયગાળા દરમિયાન 85.29 લાખ હેક્ટર વાવેતર થયુ હતું. આ વર્ષે છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ વાવેતર વિસ્તારની સામે 101.10 ટકા વાવેતર થયુ છે.

સિંચાઇ વિભાગ દ્વારા આ બેઠકમાં જણાવાયું હતું કે, ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર જળાશયમાં 3,26,127 એમ.સી.એફ.ટી પાણીનો સંગ્રહ થયો છે. જે કુલ સંગ્રહ શકિતના 97.62 ટકા છે. રાજ્યનાં 205 જળાશયોમાં કુલ જળસંગ્રહ 90.51 ટકા છે. હાલ રાજ્યમાં હાઇ એલર્ટ ઉ5ર કુલ-168 જળાશય, એલર્ટ ઉ5ર કુલ-10 જળાશય તેમજ વોર્નીગ ઉ5ર કુલ-09 જળાશય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp