NL પાસિંગનું ટેન્કર સુરતના ડ્રેનેજમાં ઝેરી કેમિકલ ઠાલવતા પકડાયું

PC: youtube.com

ભેસ્તાન પાસેની ઉમેદનગર વસાહત પાસેની ડ્રેનેજમાં ઝેરી કેમિકલ ઠાલવવા આવેલું ટેન્કર (એનએલ-01, એએ, 7477) સુરત મહાનગર પાલિકાના ડ્રેનેજ વિભાગે મળસ્કે ઝડપી પાડ્યું છે. મનપાની ટીમને જો

ઈને ટેન્કર ચાલક તેમજ ક્લીનર ફરાર થઈ ગયા હતા. અધિકારીઆેએ સચિન પાેલીસમાં તેનો કબજો આપી દીધો હતો અને જીપીસીબીને પર્યાવરણને નુકસાન પહોંચાડવા સંદર્ભે કાર્યવાહી કરવા સૂચન કર્યું છે. સાથો સાથ મનપાની એક ટીમ જીપીસીબી સાથે રહીને આ રીતની હરકત કરતા તત્વોને ઝબ્બે કરવા કામ કરવાનું નક્કી કરાયું છે. જીપીસીબીએ ટેન્કરમાંથી સેમ્પલ લઈ પૃથ્થકરણ અર્થે મોકલી આપ્યા છે.

આ છે વોચનું કારણઃ

સુરત મનપા દ્વારા બમરોલી સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે સુએઝ વોટર ટ્રીટ કરીને પાંડેસરા ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારના ઉદ્યોગોને પુરું પડાય છે. પરંતુ છેલ્લા એક-બે માસથી સુએઝ પંપીગ સ્ટેશન અને પ્લાન્ટ ખાતે આવતા પાણીના રો-સુએઝમાં પીએચનું પ્રમાણ બે જેટલું અને ટીડીએસનું પ્રમાણ 5000થી 8000 એનટીયુ જેટલું આવતું હતું. બમરોલી સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સુધી જતી ડ્રેનેજમાં કોઈ પણ ઈન્ડસ્ટ્રીઝના પાણીનાે નિકાલ કરતું કનેક્શન જણાયું ન હતું. જેથી, કાેઈના પણ દ્વારા આ ડ્રેનેજમાં બારોબાર કેમિકલ ઠાલવાતું હાેવાની શંકા ગઈ હતી. જીપીસીબીને પણ પત્ર લખી તપાસ કરવા કહેવાયું હતું. જોકે, જીપીસીબીની નિષ્ક્રિયતા વચ્ચે મનપાના ડ્રેનેજ વિભાગની ટીમે વોચ રાખવાનું શરૂ કરતા સાેમવારની મધરાત્રે ટેન્કર ભેસ્તાન પાસે ઠાલવવાની કોશિશ કરતા ઝડપાય ગયું હતું. આ રીતે અંકલેશ્વર, પાનોલી જીઆઈડીસી સહિતની આસપાસની ઈન્ડસ્ટ્રીઝમાંથી ઝેરી કેમિકલ યુક્ત પાણી અગાઉ પણ અનેકવાર ઠાલવતા શહેર તેમજ જિલ્લાના વિવિધ વિસ્તારાેમાંથી પકડાઈ ચુક્યું છે. ત્યારે જીપીસીબીની ઘોર બેદરકારી સામે આવી રહી છે અને અનેકવાર તેના પર માછલા ધાેવાય છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp