નવસારીની સબજેલમાં કેદીએ હાથની નસ કાપી કરી આત્મહત્યા

PC: siasat.com

નવસારીની સબજેલમાં કાચા કામના કેદીએ પોતાના હાથ અને પગની નસ કાપીને જીવનલીલા સંકેલી લીધી હતી. જેલમાં બ્લેડ, છરી સહિતની પ્રતિબંધિત વસ્તુ લઈ જઈ શકાતી નથી ત્યારે કેદી પાસે બ્લેડ ક્યાંથી અને કેવી રીતે આવી અંગે જેલ સત્તાવાળાઓ સામે ગંભીર સવાલ ઉભા થયા છે.

પ્રાપ્ત માહીતી અનુસાર નવસાલીની સબજેલમાં ઈમ્તીયાઝ નામનો કાચા કામનો કેદી છેલ્લા 3 મહિનાથી સજા ભોગવતો હતો. દરમિયાન તેણે જેલમાં જ બ્લેડ વડે હાથ અને પગમાં ઘા માર્યા હતા. જેથી તેને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયો હતો. જયાં ટુંકી સારવાર બાદ તેનું મોત થયું હતું. આ બનાવની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. કેદીના આત્મહત્યા અંગે ગુનો નોંધીને તેની આત્મહત્યાનું ચોક્કસ કારણ જાણવા તપાસ આરંભી છે.

નવસારી સબજેલમાં કેદીની આત્મહત્યાને પગલે જેલ સત્તાવાળાઓ સામે અનેક સવાલ ઉભા થયા છે. જેલ મેન્યુઅલ પ્રમાણે તિક્ષણ હથિયાર, મોબાઈલ ફોન સહિતની પ્રતિબંધિત વસ્તુઓ જેલમાં લઈ જવાતી નથી. ત્યારે કેદી પાસે બ્લેડ ક્યાંથી આવી તેવા સવાલ ઉભા થયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp