સુરતઃ ઉછીના લીધેલા 7000 રૂપિયા પરત ચૂકવી ન શકતા પિતાએ પુત્ર ગુમાવવો પડ્યો

PC: dainikbhaskar.com

પૈસાના કારણે લોકો વચ્ચેના સંબંધ પણ ખરાબ થાય છે. ઘણી વખત પ્રોપર્ટીને લઈને થયેલી ઝગડો થતાં ભાઈ દ્વારા ભાઈની હત્યા કરવામાં આવી હોવાના કિસ્સાઓ સામે આવે છે. ત્યારે સુરતમાં ઉછીના લીધેલા પૈસા પરત ન આપતા એક ઇસમે પૈસા પરત ન આપનારા વ્યક્તિના બાળકનું અપહરણ કારીને તેની હત્યા કરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. બાળક ઘરેથી ગૂમ થયું હોવાના કારણે પરિવારના સભ્યોએ પોલીસ ફરિયાદ કરતા બાળકની હત્યા કરવામાં આવી હોવાનો ખુલાશો થયો હતો.

રિપોર્ટ અનુસાર સુરતના ભટાર વિસ્તારમાં આવેલા ખોડિયાર નગરમાં કિશન સાહની નામનો વ્યક્તિ પરિવારની સાથે રહેતો હતો. કિશનને બે સંતાનો હતો અને તે પરિવારનું ગુજરાન ચલાવવા માટે કલરકામ કરતો હતો. એક દિવસ કિશનની બાજુમાં રહેલા અને કલરકામ કરતા આદિત્ય નામના વ્યક્તિ પાસેથી 15000 રૂપિયા ઉછીના લીધા હતા. કિશનને 15માંથી 8 ચૂકવી દીધા હતા અને 7 હજાર રૂપિયા ચૂકવવાના બાકી હતી. કિશન પૈસા પરત આપવામાં આનાકાની કરતો હતો અને પૈસા પરત આપવા માટે અલગ-અગલ વાયદા કરતો હતો. તેથી આ વાતની અદાવત રાખીને આદિત્ય કિશનના પુત્રને બાઈક પર બેસાડીને પોતાની સાથે લઇ ગયો હતો. પુત્ર મોડી રાત સુધી પણ ઘરે ન આપતા કિશને દીકરાની શોધખોળ કરી હતી પરંતુ દિકરો ન મળતા કિશને ખટોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

દીકરાને શોધવા માટે કિશને આદિત્યને પણ ફોન કર્યા હતા પરંતુ આદિત્યએ ફોન ઉપાડ્યો ન હોતો. તેથી બાળકનું અપહરણ આદિત્યએ કર્યું હોવાનું કિશને આશંકા વ્યક્ત કરતા પોલીસે આદિત્યની અટકાયત કરી હતી. પોલીસની પૂછપરછમાં આદિત્યએ બાળકની હત્યા કરી હોવાનું કબૂલાત કરી હતી. આદિત્યએ પોલીસને જણાવ્યું હતું કે, કિશને પૈસા ઉછીના લીધા હતા અને પરત આપતો ન હોવાના કારણે તેને આ પગલું ભર્યું હતું. આદિત્ય કિશનના પુત્રને બાઈક પર બેસાડીને સાયણ-ઓલપાડ રોડ પર લઇ ગયો હતો અને ત્યાં તેને બાળકની હત્યા કરીને લાશને અવાવરું જગ્યા પર ફેંકી દીધી હતી. તેથી પોલીસ લાશનો કબજો મેળવવા માટે આદિત્યને સાથે રાખીને બનાવ વાળી જગ્યા પર પહોંચી હતી અને બાળકની લાશને કબજે કરીને તેને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડીને સમગ્ર મામલે હત્યા અને અપહરણનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઉછીના લીધેલા પૈસા પરત ન આપતા પાડોશીએ પુત્રની હત્યા કરતા કિશનનો પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp