ગુજરાતમાં સરકારી અધિકારીઓ ખેડૂતોના નામે કરે છે ખેત તલાવડી કૌભાંડ

PC: navgujaratsamay.com

ગુજરાતની સરકાર ભ્રષ્ટાચાર મુક્ત સરકારના દાવાઓ કરે છે પરંતુ જે થોડા મહિનાઓથી જે પ્રકારે સરકારી ખાતાઓમાં ભ્રષ્ટાચારના કિસ્સાઓ સામે આવી રહ્યા છે તે પરથી એવું લાગી રહ્યું છે કે, સરકારનો ડર સરકારી અધિકારીઓને રહ્યો નથી. કારણકે ફરી એકવાર ખેડૂતોના નામે લાખો રૂપિયાના કૌભાંડનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. GIDCના અધિકારીઓ અને કર્મચારીઓએ સાંઠગાંઠ કરીને ખેત તલાવડીનું કૌભાંડ આચર્યું હતું. કોન્ટ્રાકટરો સાથે સેટિંગ કરીને પેપર પર જ ખેત તલાવડીઓ બનાવવામાં આવી હતી. માત્ર પેપરો પર 67 ખેત તલાવડી બનાવી હોવાનું દર્શાવી 60 લાખથી વધુ રૂપિયાનું કૌભાંડ સામે આવ્યું હતું.

આ બાબતે સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર વાત કરવામાં આવે તો આ કૌભાંડ વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના નાના ગામડાઓમાં ખેત તલાવડીના નામે આચરવામાં આવ્યું હતુ. ગામના ખેડૂતોના નામ પર સરકારી અધિકારીઓએ બોગસ દસ્તાવેજ ઊભા કરીને પેપર પર ખેત તલાવડીનું નિર્માણ કર્યું હતુ. આ કૌભાંડ વિશે સુરત ACBને જાણ થતાં તેઓએ આ મામલે તપાસ શરૂ કરી હતી. જેના કારણે સરકારી અધિકારીઓ દ્વારા કરવામાં આવતા આ ખેત તલાવડી કૌભાંડનો પર્દાફાશ થયો હતો. એક તરફ ગુજરાતના ખેડૂતો દેવા હેઠળ દબાઈ જાય છે ને બીજી તરફ બેફામ બનેલા કૌભાંડી સરકારી અધિકારીઓ ખેડૂતોના નામે સરકારી તિજોરીમાંથી સરકાવી લે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp