શું લેબગ્રોનને કારણે હીરાઉદ્યોગમાં મંદી આવી, ગોવિંદભાઇના નિવેદનથી વિવાદ

ગુજરાતના રાજ્યસભા સાંસદ અને ડાયમંડ ઉદ્યોગના અગ્રણી ગોવિંદ ધોળકીયાના એક નિવેદનથી લેબગ્રોન ડાયમંડ ઉદ્યોગમાં ભડકો થયો છે. જુનાગઢની નોબલ યુનિવર્સિટીના એક કાર્યક્રમમાં હાજરી આપવા ગયેલા ધોળકિયાએ કહ્યું હતું કે, આખી દુનિયામાં સારુ છે તો પછી હીરાઉદ્યોગમાં મંદી કેમ છે? હીરાઉદ્યોગમાં મંદી લેબગ્રોન ડાયમંડને કારણે આવી છે.ગ્રાહકોને મુંઝવણ હતી કે લેબગ્રોન ખરીદવા કે નેચરલ ડાયમંડ. પરંતુ હવે દુધનું દુધ અને પાણીનું પાણી થઇ ગયું છે અને નેચરલ ડાયમંડ પહેલા જેવું થઇ જશે.
ધોળકીયાએ કહ્યું કે, લેબગ્રોન ડાયમંડ ઉદ્યોગ ખુબ વધવાનો છે અને ભવિષ્યમાં કિલો કે ટનમાં લેબગ્રોન ડાયમંડ વેચાતા થશે. માત્ર ડાયમંડ જ્વેલરી જ નહી, પરંતુ અત્ર-તત્ર-સવર્ત લેબગ્રોન ડાયમંડનો ઉપયોગ થશે. લેબગ્રોન ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો ધોળકિયાના નિવેદનથી નારાજ થયા છે અને કહ્યું કે, લેબગ્રોનને કારણે મંદી નથી આવી, પરંતુ લેબગ્રોન ઉદ્યોગે લાખો રત્નકલાકારોને સાચવી લીધા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp