VIDEO: સુનિતા યાદવ ફરી વિવાદમાં આવી, માસ્ક નીચે ઉતારી કર્યું રસ્તા પર FB લાઈવ

PC: youtube.com

સુરતમાં આરોગ્ય મંત્રીના પુત્રની સાથે કર્ફયૂ ભંગના કાયદાને લઈને LR સુનિતા યાદવને બોલાચાલી થઈ હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ LR સુનિતા યાદવ ખૂબ જ પ્રખ્યાત થઈ હતી. લોકો સુનિતા યાદવના સમર્થનમાં પણ આવ્યા હતા. કાયદાનું પાલન કરાવવાને લઈને લોકપ્રિય થયેલી સુનિતા હવે અવાર નવાર નિયમોનો ભંગ કરતી જોવા મળી રહી છે.

આરોગ્ય મંત્રીના પુત્ર સાથે થયેલા વિવાદ પછી સુનિતા યાદવના કેટલાક વિવાદિત ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. જેમાં એક ફોટોમાં સુનિતા યાદવે પોતાની કારમાં પોલીસ લખેલી પ્લેટ રાખી હતી.

તો બીજા ફોટોમાં બિયરની બોટલ સાથે સુનિતા યાદવ જોવા મળતી હતી, ત્યારબાદ સુનિતા યાદવે તેની મોપેડની પાછળ પોલીસ લખાવેલું અને નંબર પ્લેટ નહીં હોવાના ફોટા વાયરલ થયા હતા.

મોપેડમાં સુનિતા યાદવે ટ્રાફિક નિયમોનો ભંગ કરી ઈ-મેમો ન ભર્યો હોવાના પણ સ્ક્રીનશોટ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા.

આ ઉપરાંત ભારે વિવાદ થયા બાદ સુનિતા યાદવ સુરત પોલીસ કમિશનર કચેરીથી કાર લઈને તેના નિવાસસ્થાને જઈ રહી હતી ત્યારે રિંગ રોડ પર આવેલા બ્રિજ નજીક આમ આદમી પાર્ટીના કાર્યકર્તા સાથે સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરી ફોટા પણ પડાવ્યા હતા.

કાયદાના પાલન કરાવવા બાબતે સુનિતા યાદવ પ્રસિદ્ધ બની હતી અને ત્યારબાદ કાયદાના પાલન કરવાને લઈને સુનિતા યાદવ સોશિયલ મીડિયામાં વિવાદમાં આવી હતી. ત્યારે ફરીથી એક વખત સુનિતા યાદવ વિવાદમાં આવી છે. જેમાં આ વખતે સુનિતા યાદવે મોર્નિંગ વોક કરતાં સમયે તેના ફેસબૂક પર લાઈવ કર્યુ હતું અને લાઈવ દરમિયાન સુનિતા યાદવે મો પરથી માસ્ક ઉતારીને એક વૃદ્ધ વ્યક્તિનું ઇન્ટરવ્યૂ લીધુ હતું.

સાથે રસ્તા વચ્ચે લાઈવ દરમિયાન કેટલાક લોકો સાથે સેલ્ફી પડાવી હતી. વૃદ્ધનો ઇન્ટરવ્યૂ લેતા સમયે સુનિતાએ તેનું માસ્ક મો પરથી નીચે ઉતાર્યુ હતું અને વૃદ્ધે પણ સુનિતાના સવાલોના જવાબ આપવા માટે મો પરથી માસ્ક નીચે ઉતાર્યું હતું. લોકોને કાયદાનું પાલન કરાવતી સુનિતા યાદવ પ્રખ્યાત થયા બાદ કાયદો ભૂલી રહી હોય તેવું લાગી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp