સુરતના કામરેજ નજીક વિદ્યાર્થીઓ ભરેલો ટેમ્પો પલટી માર્યો, 20 વિદ્યાર્થીઓ ઘાયલ

PC: youtube.com

સુરતના કામરેજ તાલુકામાં વિદ્યાર્થીઓ ભરેલો ટેમ્પો પલટી માટી જવાની ઘટના સામે આવી છે. આ ઘટનાના 20 બાળકો ઘાયલ થયા છે. ઘાયલ થયેલા બાળકોને સારવાર અર્થે બારડોલીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સમગ્ર ઘટના અંગે મળતી માહિતી અનુસાર વાત કરવામાં આવે તો બારડોલીના ભુવાસણ બુનિયાદી શાળાના 52 જેટલા વિદ્યાર્થીઓ ટેમ્પામાં કીમ ખાતે યોજાયેલા ગાંધી મેળામાં જતા હતા. આ ટેમ્પો કામરેજ તાલુકાના ઓરણા ગામ નજીક પહોંચ્યો ત્યારે કોઈ કારણોસર ટેમ્પા ચાલકો સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવ્યું હતુ, જેના કારણે રોડની સાઈડ પર આવેલા એક વૃક્ષ સાથે ટેમ્પો અથડાયા પછી પલટી મારી ગયો.

આ સમગ્ર ઘટનાને લઇને સ્થાનિકો અને અન્ય વાહન ચાલકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા અને બાળકોને ટેમ્પાની બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી. લોકોએ ઘટનાની જાણ 108 કરતા ગણતરીના સમયમાં 108 ઘટના સ્થળે પહોંચી હતી અને ઘાયલ થયેલા બાળકોને સારવાર અર્થે બારડોલીની સરદાર સ્મારક હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. સદનસીબે આ ઘટનનામાં કોઈ પણ જાનહાની થવા પામી ન હતી.

ઉલ્લેખનીય છે કે થોડા મહિના પહેલા સુરતના અમરોલી વિસ્તારના ખાનગી ટ્યુશન ક્લાસમાંથી પ્રવાસની આયોજના કરવામાં આવ્યું હતુ ત્યારે પ્રવાસમાંથી પરત ફરતા સમયે બસને ડાંગ પાસે અકસ્માત નડ્યો હતો અને આ ઘટનામાં બાળકોના મોત પણ થયા હતા. જે તે સમયે શિક્ષણ વિભાગ હરકતમાં આવ્યું હતુ અને જોખમી વાહનોમાં બાળકોની મુસાફરી કે, પ્રવાસ પર પ્રતિબંધ કર્યો હતો ત્યારે આ ઘટનાને લઈને શિક્ષણ વિભાગ દ્વારા શાળાના સંચાલકો પર ક્યાં પ્રકારના કાયદીકાય પગલા ભરવામાં આવે છે તે અગામી દિવસોમાં જાણવા મળશે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp