બારડોલીની બેંકમાં 15 મિનીટમાં 10 લાખ કરતા વધુની લૂંટ થઇ, જુઓ વીડિયો

PC: DainikBhaskar.com

રાજ્યમાં અસામાજિક તત્ત્વો બેફામ બન્યા હોય તેવા કિસ્સાઓ અવાર નવાર સામે આવે છે. ચોરી, લૂંટફાટ અને મારામારી જેવી ઘટનાઓ ખુબ જ વધી રહી છે. આ ઘટનાઓ વધતા પોલીસની કામગીરી પર ઘણા સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે સુરતના બારડોલી તાલુકામાં આવેલી એક ગામમાં ધોળા દિવસે લૂંટ થઈ હતી. લૂંટારૂ બેંકમાંથી 10 લાખ કરતા વધુની રકમ લઈને ભાગી ગયા હતા. આ ઘટના બેંકમાં લાગેલા CCTV ફૂટેજ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. તો બીજી તરફ ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને પોલીસ છે સમગ્ર મામલે ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. 

રિપોર્ટ અનુસાર સુરત જિલ્લાના બારડોલી તાલુકામાં મોતા ગામ આવેલું છે અને આ મોતા ગામની અંદર સુરત ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટીવ બેંકની એક શાખા કાર્યરત છે. આ બેંકમાં ધોળા દિવસે લૂંટની ઘટના સામે આવી છે. જ્યારે બેંકના કર્મચારીઓ તેમનું કામકાજ કરી રહ્યા હતા તે સમયે એકાએક લૂંટારૂઓ બેંકમાં ઘૂસી ગયા હતા. 3 લૂંટારૂઓએ બેંકમાં રહેલા કર્મચારીઓને બંધક બનાવી લીધા હતા અને ત્યારબાદ બેંકમાંથી 10.40 લાખ રૂપિયાની લૂંટ કરવામાં આવી હતી. પૈસાની લૂંટ કરીને લૂંટારૂઓ ભાગી ગયા હતા.

આ ઘટના બેંકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઇ છે. CCTV કેમેરામાં દેખાઈ રહ્યું છે કે, જે ત્રણ લૂંટારૂઓ બેંકમાં આવ્યા હતા તેને મોઢા પર માસ્ક પહેર્યા હતા અને બે લોકોએ ટોપી પણ પહેરી હતી. આ ઉપરાંત બે લૂંટારૂઓની પાસે તમંચો પણ હતો. બેંકમાં ઘુસ્યા બાદ આ લૂંટારૂઓએ સ્ટાફને બંધક બનાવીમેં 15 મિનિટના સમયમાં જ બેંકમાંથી 10 લાખ કરતાં વધારે રકમની લૂંટ કરીને ભાગી જાય છે.

આ લૂંટની ઘટના બાદ બેંકના કર્મચારીઓ દ્વારા પોલીસને માહિતી આપવામાં આવી હતી. જેથી પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસે બેંકમાં લાગેલા CCTV ફૂટેજના આધારે સમગ્ર મામલે લૂંટનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. તો બીજી તરફ ઘટનાના પગલે સ્થાનિક પોલીસ અને લોકલ ક્રાઈમ બ્રાંચ પોલીસના અધિકારીઓ પણ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp