VIDEO: સુરતમાં બાઇક પર જતા યુવકનો ગાલ પતંગના દોરા વડે ગંભીર રીતે કપાયો

સુરતમાં એક યુવકનો ગાલ પતંગની દોરીના કારણે કપાવવાની ઘટના સામે આવી છે. જેમ જેમ ઉત્તરાયણ નજીક આવતી જાય છે તેમ તેમ આ પ્રકારની ઘટના સામે આવે છે. થોડા દિવસ પહેલા સુરતના ભેસ્તાન વિસ્તારમાં પતંગ ચગાવતા સમયે પતંગનો દોરી વીજના તારમાં ફસાઈ જવાના કારને બાળકોને વીજ કરંટ લાગ્યો હતો. બંને બાળકો ગંભીર રીતે દાજી ગયા હોવાના કારણે બંને બાળકોને સુરતની નવી સિવિલ ખસેડવામાં આવ્યા હતા. બાળકો ચાઈનીસ દોરીથી પતંગ ચગાવતા હોવાના કારણે બાળકોને વીજ કરંટ લાગ્યો હતો.

આજે બનેલી આ ઘટનાની વાત કરવામાં આવે તો સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા બ્રિજ પરથી એક યુવક દૂધ લઈને પોતાની બાઇક પર જતો હતો તે દરમિયાન એકાએક પતંગની દોરી વચ્ચે આવી જવાના કારણે યુવકના ગાલના ભાગે ગંભીર ઈજા થઈ હતી. યુવકનો ગાલ કપાઈ જવાના કારણે રસ્તા પરથી પસાર થતા બીજા વાહનચાલકો યુવકની મદદ માટે ઊભા રહી ગયા હતા. ઘાયલ થયેલા યુવકને રિક્ષામાં બેસાડીને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં ડૉક્ટરોએ યુવકની આ હાલત જોઈને તાત્કાલિક યુવકની સારવાર શરૂ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp