પી.પી.સવાણી પરિવાર આ વર્ષે 111 દીકરીઓના લગ્ન કરાવશે
દર વર્ષે ડિસેમ્બર મહિનામાં સુરતમાં અનોખો લગ્નપ્રસંગ યોજાઇ છે. આ લગ્ન પ્રસંગ એટલે પિતાનું છત્ર ગુમાવી ચુકેલી દીકરીઓના સમૂહમાં પણ ધામધૂમથી લગ્ન પી.પી.સવાણી પરિવાર આજ સુધી 5274 દીકરીઓને સાસરે વળાવી ચુકેલા પી.પી.સવાણીના આંગણેથી આગામી 14 અને 15 ડિસેમ્બર એમ બે દિવસ 111 દીકરીઓને પિયરયું છોડીને સાસરે વળાવાશે.
પિયરયું જેવા નામે યોજાયો લગ્ન સમારોહ અનેક રીતે અનોખો હોય છે. પી.પી. સવાણી પરિવારના મહેશભાઇ સવાણી અત્યાર સુધીમાં પિતાની છત્રછાયા ગુમાવી ચુકેલી હજારો દીકરીઓના પાલક પિતા બની ચુક્યા છે.
પિતા વિહોણી દીકરીઓના ભવ્ય લગ્ન સમારોહની શરૂઆત કરનાર પી.પી. સવાણી ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ 111 દીકરીઓના લગ્ન આગામી તા. 14 અને 15 ડિસેમ્બર શનિવાર-રવિવારના રોજ પી.પી. સવાણી ચૈતન્ય વિદ્યાસંકુલ, અબ્રામા ખાતે સાંજે 5 વાગ્યે યોજાશે.
એક પત્રકાર પરિષદમાં પી.પી.સવાણી ગ્રુપના મહેશભાઇ સવાણીએ જણાવ્યું હતું કે, સમૂહ લગ્નના માધ્યમથી સામાજિક ક્રાંતિના હેતુસર વર-કન્યા સહિત તમામ લોકોને લગ્નસ્થળે 50 હજાર જેટલા તુલસીના રોપા ભેટમાં અપાશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp