પી.પી.સવાણી ગ્રુપ મૃતક બાળકોના પરિવારને એક-એક લાખની સહાય આપશે

PC: khabarchhe.com

સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા તક્ષશીલા કોમ્પ્લેક્ષમાં ગઈ કાલે આગ લાગવાની ઘટના બની હતી. આગને પગલે આસપાસના વિસ્તારના અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. આગે વિકારળ સ્વરૂપ ધારણ કરી લેતા ટ્યુશન કલાસીસના કેટલાક બાળકોએ ચોથા માળેથી છલાંગ હતી. જે કોમ્પલેક્ષમાં આગ લાગી તેમાં એન્ટ્રી અને એક્ઝીટ એક જ હોવાના કારણે શોપિંગનું અંદર રહેલા બાળકો નીચે આવી શક્યા નહીં. આ સમગ્ર ઘટના કાબુમાં આવ્યા બાદ એક પછી 15 કરતા વધારે મૃતદેહો શોપિંગમાંથી ફાયર વિભાગ દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા. આ ઘટનામાં 23 વિદ્યાર્થીઓના મોત નીપજ્યા છે અને ઘાયલ થયેલા બાળકોને સારવાર માટે સુરતની ખાનગી અને સરકારી હોસ્પિટલમાં સરવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

એક રીપોર્ટ અનુસાર આ ઘટનાને પગલે મૃતકના પરિવારને રાજ્ય સરકાર દ્વારા 4 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરવામાં આવી હતી અને જવાબદાર સામે કડક કાર્યવાહી કરવાની કરવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આદેશ આપ્યા હતા. આગની ઘટનામાં જે પણ બાળકો અને લોકો દાજ્યા હતા અને તેઓને પી. પી. સવાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા તે લોકોને ફ્રિમાં સારવાર આપવાની જાહેરાત પી. પી. સવાણી હોસ્પિટલના ચેરમેન વલ્લભભાઈ સવાણી દ્વારા કરવામાં આવી હતી.

ફ્રિમાં સારવાર આપવાના નિર્ણય પછી પી. પી સવાની ગ્રૂપ દ્વારા મૃતક બાળકોના પરિજનોને દુખમાં સહભાગી થવા માટે મૃતક બાળકોના પરીવારજનોને એક-એક લાખ રૂપિયાની સહાય કરવાનો નિર્ણય લઇને પી. પી. સવાણી ગ્રુપે મૃતક બાળકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

પી. પી. સવાણી ગ્રુપના મહેશ સવાણીએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, આ પરિવાર સાથે આપણે રહેવું પડે, આપણે તેમના પરિવાર સાથે નહીં રહીએ તો કોણ તેમની સાથે રહેશે. પી. પી. સવાણી હોસ્પિટલમાં અમે બાળકોના વાલીઓને પહેલાથી જ કહી દીધું હતું કે, જેટલા પણ બાળકો સારવાર લેવા માટે આવશે તેમનો એક પણ રૂપિયા ચાર્જ લેવામાં નહીં આવે. અત્યારે અમે જયારે બાપુજી અને બધા ભેગા થયા ત્યારે મૃતક બાળકોના પરીવારજનોને સહાય થાય તે માટે એક-એક લાખ રૂપિયા આપવાનું નક્કી કર્યું છે અને આ સહાય બેથી ત્રણ દિવસના સમયમાં જ પરિવારને આપી દેવામાં આવશે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp