પી. ટી. સાયન્સ કોલેજ ની મોટી સિદ્ધિ, દ. ગુજરાતની પહેલી ઓટોનોમસ કોલેજ બની

દક્ષિણ ગુજરાતની સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત સર પી ટી સાર્વજનિક કોલેજ ઓફ સાયન્સ સુરતને ડિસેમ્બર – 2022માં NAAC દ્વારા કરવામાં આવેલ એસેસમેન્ટમાં A+ ગ્રેડ (3.35 CGPA) પ્રાપ્ત થયેલ, તદુપરાંત છેલ્લા ત્રણ વર્ષથી કોલેજને CSIRPમાં 5 Star Rating પ્રાપ્ત થતું આવેલ છે.
કોલેજની આ સિધ્ધી યાત્રાની શરૂઆત વર્ષ 2007માં NAAC B++ ગ્રેડ પ્રાપ્ત કરવા સાથે થઈ હતી. ત્યારબાદ વર્ષ 2012-13માં Southern Gujarat Chamber of Commerce and Industry દ્વારા કોલેજને Best College તરીકેનો એવોર્ડ પ્રાપ્ત થયેલ હતો. ત્યારબાદ વર્ષ 2015માં NAAC દ્વારા રી એકેડિએશનમાં કોલેજે 3.03 (CGPA) સાથે A ગ્રેડ પ્રાપ્ત કર્યો હતો. કોલેજને University Grants Commision (UGC) દ્રારા "College with Potential for Excellence" (CPE)નું Status પ્રાપ્ત થયું હતું. કોલેજને ભારત અને ગુજરાત સરકાર તરફથી કુલ ગ્રાન્ટ 3 કરોડની મળી હતી. SSIP હેઠળ સંશોધનની બે પેટન્ટ નોંધાય હતી.
યુજીસી દ્વારા કોલેજને “Autonomous (સ્વાયત્ત) Status” પ્રાપ્ત થયું છે. આ સ્ટેટ્સ શૈક્ષણિક વર્ષ 2023-24થી દસ વર્ષ માટે મળેલ છે. આ પ્રકારનું ગૌરવ પ્રાપ્ત કરનાર સમગ્ર ગુજરાતમાં છઠ્ઠી અને દક્ષિણ ગુજરાત વિસ્તારમાં “Autonomous Status" પ્રાપ્ત કરનાર આ એક માત્ર અને પ્રથમ કોલેજ છે. આ સ્ટેટ્સ પ્રાપ્ત થતા પી. ટી. સાયન્સ કોલેજ વિવિધ વિદ્યાશાખાના અભ્યાસક્રમો, કોર્સીસ અને પરીક્ષા અંગેના નિર્ણય પોતાની રીતે લઈ શકશે. આ સ્વાયત્તતા પ્રાપ્ત થવા બદલ સંચાલક મંડળ, આચાર્ય, શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક કર્મચારીઓ ગૌરવની લાગણી અનુભવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp