ઓલપાડમાં હજરતપીરની મજારમાં ઘબકારા થતાં હોવાની ઘટના સામે આવી

PC: youtube.com

એક જૂની કહેવત છે કે, જ્યાં અપાર શ્રધ્ધા હોય છે ત્યાં પ્રમાણની જરૂરત હોતી નથી. આ કહેવતને સાચી પાડતી ઘટના સામે આવી છે. ઓલપાડના કીમ કઠોદરામાં હજરતપીર જમીયલશા દાતારની દરગાહ આવેલી છે. આ દરગાહમાં પીરની મજારમાં છેલ્લાં બે દિવસથી ધબકારા સંભળાવાની ઘટના સામે આવી છે. દર વર્ષે આ જગ્યા પર ડિસેમ્બર મહિનામાં ઉર્સની ઉજવણી કરવામાં આવે છે. આ ઉર્સની ઉજવણીમાં હજારો હિન્દુ-મુસ્લિમ ભક્તો ઉમટી પડે છે. આ વર્ષે પણ મજારમાં ધબકારા સંભળાવાની વાત વાયુવેગે ફેલાતા હજારો ભક્તો આ ચમત્કારના દર્શન કરવા માટે હજરતપીર જમીયલશા દાતારની દરગાહ પર ઉમટી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, હજરતપીર જમીયલશા દાતારની દરગાહ 200 વર્ષ જૂની છે. જેના કારણે આ સ્થળ હિન્દુ-મુસ્લિમ શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp