સુરતમા શરીરે દારૂની બોટલ બાંધીને નીકળેલી 3 મહિલાઓ પાસેથી 516 બોટલ દારૂ મળી આવ્યો

PC: youtube.com

ગુજરાતમાં દારૂબંધીના કાયદાનું કડકપણે પાલન કરવામાં આવે છે. પોલીસથી બચવા માટે બુટલેગરો અલગ-અલગ રીતે દારુની સપ્લાય કરે છે. ઘણીવાર બુટલેગરો અલગ અલગ વસ્તુની આડમાં દારુની સપ્લાય કરતા હતા, પરંતુ પોલીસની સતર્કતાના કારણે બુટલેગરોના દારુની સપ્લાયના મનસુબાઓ સફળ થતા નહોતા. તેથી હવે બુટલેગરો દારુની હેરાફેરી કરવા માટે મહિલાઓનો પણ ઉપયોગ કરી રહ્યા છે. બુટલેગરો મહિલાના શરીર પર દારૂની બોટલો બાંધી દારુની હેરાફેરી કરાવી રહ્યા છે, ત્યારે આ પ્રકારે દારૂની હેરાફેરી કરતી ત્રણ મહિલાઓને પકડવામાં સુરત પોલીસને મોટી સફળતા મળી હતી.

એક રિપોર્ટ અનુસાર, સુરત પોલીસને રીક્ષામાં દારુની સપ્લાય થવાની બાતમી મળતા પોલીસે વરાછા વિસ્તારમાં આવેલા ઘનશ્યામનગર પાસે વોચ ગોઠવી હતી. બાતમીવાળી રીક્ષા જ્યારે રસ્તા પરથી પસાર થતી હતી ત્યારે પોલીસે રીક્ષાને અટકાવી હતી અને રીક્ષામાં બેઠેલી ત્રણ મહિલાઓ પાસે રહેલા સામાનનું ચેકિંગ કર્યું હતું. મહિલાઓ પાસે ચાર પ્લાસ્ટીકના થેલા મળી આવ્યાં હતાં. જેમાં 516 જેટલી દારૂની બોટલો હતી. મહિલાઓ દારુની હેરાફેરી કરતી હોવાનું જાણવા મળતા પોલીસ દ્વારા ત્રણેય મહિલાઓની ધરપકડ કરવામાં આવી હતી.

પોલીસ સ્ટેશનમાં મહિલા પોલીસ દ્વારા ત્રણેય મહિલાઓની તપાસ કરવામાં આવતા મહિલાઓએ શરીર પર પણ દારૂનો બોટલો બાંધી હોવાનું જાણવા મળ્યું હતું. ત્રણ મહિલાઓએ પોતાના શરીર પર 144 જેટલી દારુની બોટલો બાંધી હતી. પોલીસે મહિલાઓની ધરપકડ તો કરી હતી, સાથે જ રીક્ષામાંથી દારૂનો મુદ્દામાલ મળતા પોલીસે ફરાર થયેલા રીક્ષા ચાલકની શોધખોળ શરૂ કરી હતી અને ત્રણેય મહિલાઓ સામે ફરિયાદ દાખલ કરી તેમની પાસેથી 33,000 રૂપિયાનો દારુનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp