રિલાયન્સે હજીરા વિસ્તારના સ્થાનિકો માટે 75 બેડનું કોવિડ કેર સેન્ટર ઉભુ કર્યું

PC: Khabarchhe.com

સુરત શહેર અનેઆજુબાજુનાં ઔદ્યોગિત કલસ્ટરો કે જ્યાં લાખો પરપ્રાંતિયો છે ત્યાં કોરોનાનો કહેર ચરમ સીમાએ છે. આવા કઠિન સમયે રિલાયન્સ કંપનીએ આગેવાની લઇ ખાસ હજીરા વિસ્તારના સ્થાનિકો માટે 75 બેડની કોવિડ કેર આઇસોલેશન સેન્ટર જિલ્લા પ્રશાસનની 24 કલાકમાં જ મંજૂરી મળ્યા પછી યુદ્વના ધોરણે ITI મોરા ખાતે ઉભી કેરી દેવામાં આવી છે. જેમાં જે વ્યક્તિને કોવિડના કોઇ લક્ષણ નથી કે નજીવા લક્ષણ હોય અને જેનાં ઘરે આઇસોલેશન માટે અલાયદો રૂમ ન હોય તેવાં દર્દીઓ માટે વરદાનરૂપ બની રહેશે. કંપનીએ કોવિડ ગ્રસ્તોનાં સ્વાસ્થ્ય માટે ડોક્ટરો અને મેડીકલ સ્ટાફની સગવડ, સમયાંતરે પૌષ્ટિક ભોજન તથા મનોરંજન માટે રૂમે-રૂમે ટી.વી.ની સગવડ પણ રાખી છે.

રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા હજીરા વિસ્તારના રહીશો અને કામદારો માટે નિર્મિત કોવિડ-કેર આઇસોલેશન સેન્ટરનું લોકાર્પણ સાંસદ અને નવ-નિયુક્ત ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ, સાંસદ દર્શના જરદોશ, હજીરા વિસ્તારના ધારાસભ્યો ઝંખના પટેલ અને મુકેશ પટેલ, એપીએમસીના ડાયરેક્ટર સંદીપ નાયક તેમજ પંચાયતના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું છે. આભારવિધિ કરતાં રિલાયન્સ હેમંત દેસાઇ કહ્યું કે, લોકડાઉન વખતે પણ હજીરા વિસ્તારમાંથી સેનિટાઇઝરનો છંટકાવ, સુરત શહેર અને ઓલપાડ ખાતે ફૂડ-રાશન કીટ માટે રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા આશરે રૂપિયા 1.50 કરોડના ખર્ચ કરવામાં આવ્યું હતું. સાથે જ આટલી જ રકમ સુરત મહાનગર પાલિકા અને જિલ્લા પ્રશાસનને અનુદાનરૂપે આપી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp