રિલાયન્સ ગુજરાતની ફેમસ કોલ્ડ ડ્રીક્સ સોસ્યોમાં આટલા ટકાની હિસ્સેદારી ખરીદશે

PC: biznextindia.com

રિલાયન્સ કંઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડ ગુજરાત સ્થિત સોસ્યો હજૂરી બેવરેજિઝ પ્રાઇવેટ લિમિટેડમાં 50 ટકાની હિસ્સેદારી ખરીદશે. રિલાયન્સ રિટેલ વેન્ચર્સે મંગળવારે એક નિવેદનમાં કહ્યું છે કે, બાકી 50 ટકા હિસ્સેદારી કંપનીના પ્રવર્તક, અબ્બાસ હજૂરી અને તેમના દિકરા અલી અસગર પાસે જ બનેલી રહેશે. રિલાયન્સ કંઝ્યુમર ફાસ્ટ મૂવિંગ કંઝ્યુમર ગુડ્સ આર્મ અને રિલાયન્સ રિટેલની સંપૂર્ણ સ્વામિત્વ વાળી સહાયક કંપની છે.

વાત સોસ્યો હજૂરી બેવરેજ પ્રાઇવેટ લિમિટેડની કરીએ તો કંપની સોસ્યો બ્રાન્ડ નામ હેઠળ કેટલાક પ્રકારના ડ્રિંક્સ જેમ કે, લેમન સોડા, જલજીરા, લેમન ઓરેન્જ વગેરેને બિઝનેસ કરે છે. આ કંપની સૌરાષ્ટ્ર અને સુરત સિવાય અમેરિકા, કેનેડા જેવા દેશોમાં પણ પોતાની જગ્યા બનાવી રહી છે. આજે આપણે આ કંપનીની સફર વિશે જાણીશું.

આ કંપનીનો ઇતિહાસ 100 વર્ષ જૂનો છે. ભારતની આઝાદીના સંગ્રામ દરમિયાન વર્ષ 1923માં આ કંપનીને સુરતના અબ્બાસ રહીમ હજૂરીએ શરૂ કરી હતી. તેમણે પોતાના ઘરમાં બનેલા તાજા જ્યૂસ પર આધારિત કાર્બોનેટેડ ડ્રિંક સોસ્યોને તૈયાર કરી હતી.

સોસ્યો નામ લેટિન શબ્દ સોશિયસ પરથી લેવામાં આવ્યું છે. જેનો અર્થ સભ્ય હોવું થાય છે. ક્લાસિક રોમન કાળમાં સોશિયસનો ઉપયોગ કોમરેડ, મિત્ર કે સહયોગીને સંદર્ભિત કરવા માટે કરવામાં આવતો હતો. અબ્બાસે આ નામને પસંદ કર્યું કારણ કે, તેમનો ઉદ્દેશ્ય ભારતીય ઉપભોક્તાઓને એ સમયની પ્રચલિત વિદેશી બ્રાન્ડ્સની સરખામણીમાં ઘરેલુ ડ્રિંકનો સ્વીકાર કરવા માટે પ્રોત્સાહિત કરવાનો હતો.

લોન્ચ બાદથી જ સોસ્યોને ઘણી લોકપ્રિયતા મળવા લાગી અને ધીમે ધીમે આ ડ્રિંક સુરતના લોકોની પસંદગીની ડ્રિંક બની ગઇ. જોકે, કંપનીના મેનેજમેન્ટે જોયું કે, લોકલ લોકો Socio નહીં પણ Sosyo બોલે છે અને ત્યારથી આ કંપનીને બ્રાન્ડનું નામ સોસિયોથી બદલીને સોસ્યો કરી દીધું.

સોસ્યો કંપની પાસે આજે ઘણી ફ્રેન્ચાઇઝી છે. કંપનીનો બિઝનેસ આજે સુરતથી બહાર નીકળીને આખા દેશમાં ફેલાઇ ગયો છે. સોસ્યો હજૂરી બેવરેજિસ પ્રાઇવેટ લિમિટેડ કંપનીને આજે ભારતીય બજારમાં એક અગ્રણી બ્રાન્ડના રૂપમાં માનવામાં આવે છે. આજ સુધી સોસ્યો હજૂરી બેવરેજિસ પ્રાઇવેટ લિમિટેડે 100થી વધારે ફ્લેવર્સ લોન્ચ કર્યા છે અને ભારતની ટોપ 1000 બ્રાન્ડ્સમાં શામેલ થઇ ગઇ છે.

આખા ભારતમાં 18 મેન્યુફેક્ચરિંગ યૂનિટ્સ અને 16 ફ્રેન્ચાઇઝી સાથે સોસ્યો કંપની સંયુક્ત અરબ અમીરાત, ઝામ્બિયા, સ્વિટ્ઝરલેન્ડ, અમેરિકા, યુકે, ન્યુઝીલેન્ડ, દક્ષિણ આફ્રિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ જેવા દેશોમાં પણ નિકાસ કરે છે. એક મજબૂત ફ્રેન્ચાઇઝિંગ નેટવર્ક સાથે કંપનીનો ઉદ્દેશ્ય એક નેશનલ બ્રાન્ડ બનવાનો છે.

અબ્બાસ હજૂરીએ કહ્યું કે, રિલાયન્સ કંઝ્યુમર પ્રોડક્ટ્સની સાથે આ પાર્ટનરશિપમાં પ્રવેશ કરીને અમે ખુશ છીએ. RCPL એક મજબૂત અને ઇચ્છુક ભાગીદાર છે જે સોસ્યોને ઝડપથી પોતાના લક્ષ્ય સુધી પહોંચાડવામાં મદદ કરી શકે છે. પોત પોતાની સંબંધિત ક્ષમતાઓ સાથે અમે ભારતમાં દરેક ઉપભોક્તાઓ માટે સોસ્યોના અનોખા સ્વાદ વાળા ડ્રિંકને ઉપલબ્ધ કરાવી શકીશું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp