રિટાયર્ડ મેટ્રન નર્સ નિરંજનાબહેને કોરોનાને આઉટ કર્યો

PC: khabarchhe.com

કોરોનાને પરાસ્ત કરવા માટે દવાની સાથે મક્કમ મનોબળ અને દઢ નિર્ધાર પણ હોવો જરૂરી છે. આવા જ એક વ્યારાના મહિલા દર્દી નિરંજનાબેન અમદાવાદીએ 11 દિવસની સારવારના અંતે નવી સિવીલ હોસ્પિટલમાંથી કોરોનાને મ્હાત આપી હતી. પોતાના પતિ ઈમાન નિયલનું પાંચ દિવસ પહેલા અને દેરાણીનું બે દિવસ પહેલા અવસાન થયું હતું. આવી દુખની ધડી વચ્ચે 66 વર્ષીય નિરંજનાબહેને કોરોથી સ્વસ્થ થયા હતા.

તાપી જિલ્લાના વ્યારાના રાજનગર ખાતે રહેતા અને સુરતની નવી સિવીલ હોસ્પિટલ ખાતે 2013માં મેટ્રન નર્સ તરીકેની 30 વર્ષથી વધુની સેવા બજાવીને નિવૃત્ત થયેલા નિરંજનાબેન અમદાવાદીએ શહેરમાં પ્લેગ, ભુંકપ, પુર જેવી અનેક આફતો વચ્ચે દર્દીનારાયણની સેવામાં સમર્પિત રહ્યા હતા. વ્યારા જેવા નાના ટાઉનમાંથી આવતા નિરંજનાબહેને આદિવાસી સમાજની 150થી વધુ દિકરીઓને નર્સીંગક્ષેત્રે લાવવામાં અમૂલ્ય ફાળો રહ્યો છે. નિરંજનાબહેન અગાઉ બ્રેસ્ટ કેન્સર તથા ગર્ભાશયના કેન્સરને પણ મ્હાત આપી ચુકયા છે.

નિરંજનાબહેન કહે છે કે, ગમે તેવા કપરા સંજોગો આવે પણ લોકોએ ગભરાયા વિના કોરોનાની સારવાર કરવી જોઈએ. તમારૂ જેટલુ મનોબળ મક્કમ હશે તેટલા તમે ઝડપી સ્વસ્થ થશો.

તા.21મી એપ્રિલના રોજ વ્યારા ખાતે સીટી સ્કેનમાં કોરોના પોઝીટીવ આવતા સુરત શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. જયાં ચાર દિવસની સારવાર બાદ નવી સિવીલ હોસ્પિટલમાં રીફર કરીને 15 લીટર ઓકિસજન સારવાર માટે લાવવામાં આવ્યા હતા. જયાં ડૉ.અશ્વિન વસાવા તથા તેમની ટીમની રાત-દિવસની મહેનતના કારણે આ શકય બન્યું છે. આ વેળાએ ગુજરાત નર્સિંગ કાઉન્સીલ ઉપપ્રમુખ ઈકબાલ કડિવાલા, નર્સીગ એસો.ના પ્રમુખ કિરણ દોમડીયા, દિનેશ અગ્રવાલ તથા હેલ્પ ડેસ્કના નગરસેવક હિમાંશુ રાઉલજીએ અભિનંદન પાઠવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp