GM ડાયમંડ ગ્રુપ પરિવારના પુત્રના રિસેપ્શનમાં સનમ પુરીના પરફોર્મન્સે જમાવ્યો રંગ
સુરત. શહેરમાં શ્રીમંત અને નામાંકીત પરિવારો દ્વારા પરિવારમાં યોજાતા સગાઈ, લગ્ન પ્રસંગો અને રિસેપ્શનને યાદગાર બનાવવા માટે હવે બોલિવૂડના સ્ટાર અને સિંગરોને આમંત્રિત કરવામાં આવે છે. ત્યારે સુરત જાણીતા બિલ્ડર ગ્રુપ GM ડાયમંડ ગ્રુપ દ્વારા પુત્રના રિસેપ્શનમાં વિખ્યાત ગાયક અને સનમ બેન્ડના મુખ્ય ગાયક સનમ પુરીને આમંત્રિત કરવામાં આવ્યો હતો. સેલિબ્રિટી સિંગર સનમ પુરીએ પોતાના આલા ગ્રાન્ડ પરફોર્મન્સ થકી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
આ સાંજ GM ડાયમંડ ગ્રુપના આમંત્રિત મહેમાનો માટે યાદગાર બની રહી હતી. આ પ્રસંગે મહેમાન તરીકે રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘવી અને વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. GM ડાયમંડ ગ્રુપ દ્વારા યોજાયેલા આ ગ્રાન્ડ રિસેપ્શન એ સુરતમાં વસતા અગ્રવાલ સમાજના પરિવારોમાં પહેલી વખત કોઈ પરિવાર દ્વારા યોજાયેલ ભવ્ય રિસેપ્શન હતું અને આ આયોજને મારવાડી અગ્રવાલ સમાજમાં એક નવો ટ્રેન્ડ સેટ કર્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp