લોકસભાની ચૂંટણીને લઈને શંકરસિંહ વાઘેલાએ શું ભવિષ્યવાણી કરી?

PC: facebook.com/ShankersinhVaghela

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ભાજપથી વધારે પડતા નારાજ હોય તેવું લાગી રહ્યું છે કારણકે તેઓ જ્યારે પણ કોઈ સભા કરે અથવા તો પ્રેસ કોન્ફરન્સ કરે ત્યારે તેઓ કેન્દ્ર સરકાર સામે પ્રહરો કરતા નજરે ચડે છે. 2019મા ભાજપને ટક્કર આપવા માટે શંકરસિંહ વાઘેલા તમામ વિપક્ષને એકજૂથ કરીને મહાગઠબંધન કરવાના પ્રયાસો કરી રહ્યા છે ત્યારે સુરતમાં એક પ્રેસ કોન્ફરન્સ સંબોધતા બાપુએ 2019ની લોકસભાની ચૂંટણીને લઈને ભવિષ્યવાણી કરતા જણાવ્યું હતું કે, 2019ની લોકસભાની ચૂંટણીમાં ભાજપની સીટો એટલી બધી માઈનસ થવાની છે કે કોઈ સપોર્ટ આપે તો પણ તે 272 સુધી પહોંચી નહીં શકે.

બાપુએ ભાજપ સરકાર પર પ્રકારો કરતા વધુમાં જણાવ્યું હતુ કે, સંસદમાં એક દિવસની અંદર બંધારણમાં સુધારા કરે, સુપ્રીમકોર્ટના ચાર જજને ભેગા થઇને કોન્ફરન્સ કરવી પડે, દેશની RBIના ગવર્નરમાં એક પછી રાજીનામા આપ્યા જેના કારણે દેશની RBIને ખતમ કરી નાંખી. ચૂંટણી પંચને સાચા ખોટા ચૂકાદા માટે રાત્રે 12 વાગ્યે ખોલવાની, આ સ્ટેજ હવે 2019મા પૂરું થાય છે અને મહિલાઓ અને યુથના સહકારથી એક નવી ક્રાંતિ જોવા મળશે.

Addressing press conference at Surat circuit house.

Posted by Shankersinh Vaghela on Sunday, 10 February 2019

શંકરસિંહ વાઘેલાએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં દયનીય સમાજ હોય તો આદિવસી સમાજ છે. જેમની જમીનો પડાવવાનું કૌભાંડ સરકાર દ્વારા ચાલી રહ્યું છે. આ ઉપરાંત કોઈ પક્ષ સરકાર સામે વિરોધ કરે તો તે પક્ષને નકસલવાદ બનાવવામાં સીધી સંડોવણી સરકારની છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp