સુરત પાલિકાએ એવું કર્યું કે 1304 પરિવારોની સ્થિતિ સુધરવાને બદલે વધુ બગડી

PC: Khabarchhe.com

ગોટાલાવાડી ટેનામેન્ટ રી-ડેવલપમેન્ટ પ્રોજેકટમાં નિષ્ફળ ઇજારદારને બ્લેકલિસ્ટ કરવામાં આવતા અસરગ્રસ્ત 1304 પરિવાર ભેખડે ભેરવાયા છે. ગયા પખવાડિયે જ તેઓ ધરણાં ઉપર બેઠા હતા. જોકે ત્યારે ઇજારદારે 11 મહિનાથી ભાડું નહીં ચૂકવ્યું હોવાની ફરિયાદ સાથે ધરણા પર બેઠા હતા. હવે ઇજારદારને બ્લેકલિસ્ટ કરી દેવાથી તેમની હાલત કફોડી થઇ હોવાની ફરિયાદ સાથે ભૂખ હડતાળ શરૂ કરી છે. પાલિકાની મુખ્ય કચેરીએ સવારે 11 વાગેથી અસરગ્રસ્તો ભુખ હડતાળ પર બેસી ગયા હતા અને શાસકોની હાય હાય બોલાવી હતી.

ઇજારદાર ભાડુ સાથે બાંધકામ ચાલુ કરવાની બાંયધરી આપવા છતાં તેને બ્લેકલિસ્ટ કરાયો હોવાનો આરોપ અસરગ્રસ્તોએ મુક્યો છે. મેયરે કહ્યું કે, અસરગ્રસ્તોને 11 મહિનાથી ભાડુ ચૂકવાયું નથી. પ્રોજેક્ટનું કામ પણ શરૂ કરાયું નથી એટલે શિક્ષાત્મક પગલા લેવાતા તેણે બાંયધરી આપી છે. લોકોના રૂપિયા કઢાવવાની જવાબદારી પણ પાલિકાની છે. અસરગ્રસ્તોએ એવો સવાલ પણ કર્યો હતો કે, ઇજારદાર જે.પી.ઇસ્કોન સ્ટેન્ડીંગ કમિટી માં રુબરુ હાજર થઈ ને 1304 પરીવારને ભાડુ આપવાનું તેમજ બાંધકામ ચાલુ કરવાનું બાંયધરી પત્ર રજુ કર્યું હતું. છતાં સ્ટેન્ડીંગ કમિટીએ બિલ્ડરને બ્લેક લિસ્ટ કરી ૧૩૦૪ પરીવારના ભવિષ્ય સાથે ચેડા કર્યા છે. જો કદાચ આ નોટરી કરેલી બાયધરી પત્રનો ઉપયોગ કરી બિલ્ડર કોર્ટ માંથી સ્ટે લાવશે તો અસરગ્રસ્તોનું શુ થશે?

ગોતાલાવાડી ટેનામેન્ટ રીડેવલપમેન્ટના ઇજારદારે હાલમાં એક મહિનાનું ભાડું ચુકાવવાની બાંયધરી આપી બાકીના 11 મહિનાના ભાડા અંગે તબક્કાવાર ચૂકવવા માટેની વાત કરી હતી, પરંતુ ભૂતકાળમાં અગાઉ માત્ર એક વાર ભાડું ચુકવીને પછી આપવાનું બંધ કરી દીધું હતું. બે વર્ષથી પ્રોજેકટ લેટ ચાલે છે. અસરગ્રસ્તોને નથી ભાડું સમયસર ચૂકવવામાં આવી રહ્યું કે નથી બાંધકામ શરૂ કર્યુ. પ્રોજેક્ટ પૂરો કરવા માટેની કોઈ પણ દિશામાં ગંભીરતા નથી દેખાતી એટલે બ્લેકલીસ્ટ કરવાનો નિર્ણય લેવાયો છે. અમે અસરગ્રસ્તોને પણ આ જ સમજાવ્યું છે અને તેઓ સાથે વાત પણ ચાલે છે, તેવું મેયર ડો. જગદીશ પટેલે જણાવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp