સચીન GIDC પાણી યોજના: CM અને સાંસદને ગેરમાર્ગે દોરવાનું કામ કરતા વિઘ્નસંતોષીઓ

PC: google.co.in

સચીન GIDCમા જ્યારથી પાણી યોજનાની ચર્ચા શરૂ કરવામાં આવી ત્યારથી પાણી યોજનામાં રોડા નાંખી અવરોધ ઊભો કરવા માટે વિઘ્નસંતોષીઓની એક આખી ટોળકીએ ષડ્યંત્ર રચ્યું હતું. આ ષડ્યંત્રમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નવસારીના સાંસદ સી.આર. પાટીલને પણ ગેરમાર્ગે દોરવામાં આવ્યા હોવાની વિગતો હાથ લાગી છે.

સુરત વિવર્સ એસોસિએશનની કાયદેસરતા અંગે સચીન ઈન્ડસ્ટ્રીયલ કો-ઓ સોસાયટીએ સ્પષ્ટતા કરી છે કે સચીન વિવર્સ એસોસિએશન નામનું એસોસિએશન બોગસ છે અને તે રજિસ્ટર્ડ પણ થયેલું નથી. આ ઉપરાંત સોસાયટીએ વિવર્સ એસોસિએશનના લેટર પર સહી કરનારા લોકો અંગે સવાલો ઊભા કરતા સચીન GIDCની પાણી યોજનાનો વિરોધ કરી રહેલા વિઘ્નસંતોષીઓના વિરોધનો પરપોટો ફૂટી જવા પામ્યો છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણી અને સાંસદ સી.આર. પાટીલ નામને આડેધડ રીતે વટાવી ખાઈને વિઘ્નસંતોષીઓની બાજી ઊંધી ફરી વળી છે. પાણી યોજનાને પારદર્શી રીતે અને કોઈ પણ પ્રકારની વહાલા-દવલાની નીતિ રાખ્યા વિના, GIDCના નીતિ અને નિયમોને અનુસરીને કાર્યાન્વિત કરવામાં આવી રહી છે ત્યારે સાંસદ સી.આર. પાટીલને ખોટી રીતે કાનભંભેરણી કરીને પોતાનો ઉલ્લુ સીધો કરવાનો હિચકારો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાનું ધ્યાને આવ્યું છે.
સચીન GIDCના વસાહતીઓએ આવા લંપટ અને લેભાગુ તત્ત્વોથી સતર્ક રહી સોસાયટીના વિશાળ હિતમાં આગળ આવી વિઘ્નસંતોષીઓને ખુલ્લા પાડવાની જરૂર રહેલી છે. સાંસદ સી.આર. પાટીલે પણ આવા તત્ત્વોને ઓળખી સમાજ હિત, ઉદ્યોગકારોના હિતને નુકશાન પહોંચાડતી ટોળકીથી સાવધ રહેવાની જરૂર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp