સુરતમાં જમીન પર કબજો કરવા માટે અસામાજિક તત્ત્વોએ કરી મારામારી, જુઓ વીડિયો

સુરતના કતારગામ સ્થિત પંડોળ ભરીમાતા વિસ્તારમાં એક જમીન માલિક પાસેથી જમીનનો કબજો મેળવવા માટે જમીન માલિક અને ઓર્ગેનાઇઝર વચ્ચે છૂટા હાથની મારામારીની ઘટના સામે આવી છે. સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો સુરતના કતારગામના પંડોળ વિસ્તારમાં ભરીમાતા રોડ પર આવેલા એક ખેતરમાં મનોજભાઈ ધનસુખભાઈ પટેલ રહે છે અને ખેતી કામ કરે છે. તેઓ જે જગ્યા પર ખેતી કરે છે, તે જમીન પર કબજો કરવા કેટલાક અસામાજિક તત્ત્વોએ તેમની સાથે મારામારી કરી હતી. લાકડાના ફટકાના અને ધોકા વડે મારામારી કરવામાં આવતા મનોજભાઈ ધનસુખભાઈ પટેલના ઘરના સભ્યોને ઈજા થવા પામી હતી. હાલ જે જગ્યા પર મારામારી થઈ હતી, ત્યાંના ફૂટેજ પણ બહાર આવ્યા હતા.

આ સમગ્ર ઘટના બાબતે ભોગ બનનારે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યુ હતું કે, અમે અમારી વાડીમાં રહીએ છીએ ત્યાં કેટલાક ઇસમો હથિયાર લઈને આવ્યા. મારા ભત્રીજા, અને ભાઈને માર મારીને અમારા ઘરમાં લાગેલા CCTV કેમેરા પણ તોડી નાંખ્યા. હથિયાર લઈને આવ્યા હતા એટલા માટે અમે ફરિયાદ લખાવવા માટે પોલીસ સ્ટેશન આવ્યા છીએ. આ ઘટનામાં અમારા ઘરના બે લોકોને વાગ્યું છે. એ લોકો ભરવાડ અને રબારી જેવા લગતા હતા અને એમની પાસે તલવાર, ચપ્પુ, ફટકા, લાકડી જેવા હથિયારો પણ હતા. એ લોકો આવીને ગાળો બોલતા હતા અને કહેતા હતા કે આમાં અમારા ફ્રેન્ડના ફ્લેટ પણ છે. એ લોકોએ અમારી ખેતીને પણ નુકશાન પહોંચાડ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp