સુરતના CAએ લોન્ચ કરી જોબપોર્ટલ એકાઉન્ટિંગ બાબા, 10 પાસ પણ નોકરી મેળવી શકે

PC: khabarchhe.com

બેરોજગાર માટે રોજગારી પુરી પાડતી પોર્ટલ લોન્ચ કરાઇ છે. શહેરના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દ્વારા ભારતમાં સૌપ્રથમ એકાઉન્ટિંગ જોબ પોર્ટલ એકાઉન્ટિંગ બાબા લોન્ચ કરવામાં આવી છે. આ પોર્ટલ બેરોજગારને રોજગાર આપવાનું કાર્ય કરે છે. આ પોર્ટલમાં કોઇપણ વ્યકિત કે, જેઓ 10 પાસથી લઇને ગૃહિણી પર જોડાઇ શકે છે.

www.theaccountingbaba.com પોર્ટલ પર વિનામૂલ્યે રજીસ્ટ્રેશન કરી શકાશે. રજીસ્ટ્રેશન કર્યા બાદ 100 માર્કસની MCQ ટેસ્ટ આપવાની રહેશે. જો કોઇ ઉમેદવાર પાસે પર્યાપ્ત કુશળતાનો અભાવ હશે તો પોર્ટલ દ્વારા તેમને થિયરી, પ્રેક્ટિકલ અને સોફ્ટ સ્કીલની ટ્રેનિંગ અપાશે. આ ટ્રેનિંગ 1 મહિનામાં કુલ 10 કલાકની રહેશે.આ ટ્રેનિંગની ફી રૂપિયા 2 હજાર ઉમેદવારે આપવાની રહેશે. ટ્રેનિંગ પૂર્ણ થયા બાદ પ્રોફેશનલ એકાઉન્ટન્ટ તરીકે સર્ટિફિકેટ પણ અપાશે. સ્ટાર્ટ અપ ઇન્ડિયા સ્કીમ અંતર્ગત એકાઉન્ટિંગ બાબા પોર્ટલ સરકાર માન્ય સ્ટાર્ટ અપ છે. અત્યાર સુધીમાં 3 મહિનામાં 2 હજારથી વધુ ઉમેદવારના બાયોટેડા આવેલા છે. આ ઉપરાંત પોર્ટલની વેબસાઇટ પર 500થી વધુ જોબ છે. છેલ્લા 1 મહિનામાં 50થી વધુ ઉમેદવારને જોબ અપાઇ છે.

એકાઉન્ટિંગ બાબાના સ્થાપક CA કેતુલ પટેલે જણાવ્યું કે, અમે ભારતમાં પ્રથમ એકાઉન્ટિંગ જોબ પોર્ટલ લોન્ચ કરી છે. 2019 સુધીના અંત સુધીમાં અમે ભારતના 15 શહેરોમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસને અમારા પાર્ટનર બનાવીશું. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ અને ઇન્ડસ્ટ્રીના નિષ્ણાંતો દ્વારા એકાઉન્ટિંગની ટ્રેનિંગ અપાશે. એકાઉન્ટિંગની નોકરી કરવા ઇચ્છતા ઉમેદવારોને વન-સ્ટોપ સોલ્યુશન પ્રદાન કરી કુશળ એકાઉન્ટિંગ પ્રોફેશનલને નોકરી ઉપર રાખવા માંગતી કંપનીઓ યોગ્ય ઉમેદવારને પસંદ કરી શકશે. આ એકાઉન્ટિંગ બાબાનો ઉદ્દેશ્ય દેશભરમાં યુવાનોને રોજગારી આપવાનો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp