સ્મીમેર હોસ્પિટલમાં 20 હજાર લીટરની વધુ એક લિક્વિડ ઓક્સિજન ટેન્ક મૂકાઈ

PC: Khabarchhe.com

સુરતની સ્મીમેર હોસ્પિટલમાં વધુ એક 20 હજાર લીટરની ક્ષમતા ધરાવતી લિક્વિડ ઓક્સિજનની ટેન્ક મૂકવામાં આવી છે. અગાઉ 10 હજારની લીટરની ક્ષમતા વાળી ઓક્સિજન ટેન્કમાં વધારો થતા 30 હજારની લીટરની ક્ષમતા સાથે કોરોનાગ્રસ્ત દર્દીઓની વધુ સારી રીતે સારવાર કરી શકાશે. રાજ્યના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિ, નાણા વિભાગના સચિવ અને ખાસ ફરજ પરના અધિકારીની મિલિંદ તોરવણે, સુરત મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની તેમજ સ્મીમેર હોસ્પિટલના નોડલ અધિકારી અને નાયબ વનસંરક્ષક પુનિત નૈયરની જહેમતના પરિણામે વધુ એક લિક્વિડ ઓક્સિજન ટેન્ક સ્મીમેર હોસ્પિટલને ફાળવવામાં આવી છે.

આમ સ્મીમેર હોસ્પિટલને કુલ 30 હજાર લીટર લિક્વિડ ઓક્સિજનની ક્ષમતા ઉપલબ્ધ થતા અહીં દાખલ કોવિડ-19ના દર્દીઓને હવે ઓક્સિજનની ખેંચ રહેશે નહિ. ક્રિટીકલ કન્ડીશન દર્દીઓની હવે વધુ સારી રીતે સારવાર કરી શકાશે. તેમજ તેમને ઝડપથી સ્વસ્થ કરી શકાશે.

લિક્વિડ ઓક્સિજન આપૂર્તિની કામગીરી હાલમાં યુધ્ધના ધોરણે ચાલી રહી છે. ટુંક સમયમાં તેનો લાભ દર્દીઓને મળતો થશે તેમ સ્મીમેર હોસ્પિટલના વ્યવસ્થાપકો દ્વારા જણાવવામાં આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp