પોલીસને હપતો અને ફ્રીમાં ચા ન આપવાનું હોટલ માલિકને ભારે પડ્યું, જુઓ વીડિયો

ઉધના વિસ્તારના એક હોટલ માલિકને પોલીસને ફ્રીમાં ચા ન પીવડાવવાનું ભારે પડ્યું હતું. પોલીસને ફ્રીમાં ચા ન પીવડાવતા પોલીસ દાદાગીરી પર ઉતરી આવી હતી અને હોટલમાં મારામારી કરીને હોટલ બંધ કરાવી હતી. હોટલ માલિક પાસે હોટલ મોડી રાત સુધી ખુલ્લી રાખવાનું લાઇસન્સ હોવા છતાં પણ પોલીસની દાદાગીરીના કારણે હોટલ બંધ કરવી પડી હતી. ઘટના મામલે વધુ વિસ્તારથી વાત કરીએ તો સુરત પોલીસ કમિશનર દ્વારા ઉધનાની સોમનાથ હોટલને મોડીરાત સુધી ખુલ્લી રાખવા માટે પરવાનગી આપવામાં આવી છે. છતાં પણ પોલીસ છેલ્લા બે મહિનાથી હોટલ માલિક સાથે મારામારી કરીને હોટલ બંધ કરાવે છે.

આ મામલે હોટલ માલિકે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યુ હતું કે 'ઔદ્યોગિક વિસ્તાર હોવાના કારણે રાત્રે કારીગરો ચા પીવા માટે અહીં આવે છે. જેના કારણે અમે હોટલ રાત્રે ખુલ્લી રાખવા માટે પોલીસ કમિશનર કચેરીમાં આવેલા લાઇસન્સ વિભાગમાંથી હોટલ ખુલ્લી રાખવાનું લાઇસન્સ મેળવ્યું છે અને એ લાઇસન્સની એક કોપી પોલીસ સ્ટેશનમાં જમાં કરાવી છે, છતાં પણ પોલીસ વેનનો ડ્રાઇવર PI સાહેબનું નામ આપીને હોટલ ખુલ્લી રાખવા માટે 25,000 રૂપિયાની માગણી કરે છે. પહેલા હું પોલીસથી ડરતો હતો પરંતુ હવે મીડિયામાં હકીકત જણાવતા એવું લાગે છે કે, પોલીસ મારા પર કોઈના કોઈ ગુનો લગાડીને મને ફસાવી પણ શકે છે.'

ફ્રીમાં ચા ન પીવડાવવાના અને 25,000 ન આપવાના વિવાદને લઈ હોટલ માલિક સાથે અદાવત રાખીને બે મહિનાથી ઉધના પોલીસના પોલીસ કર્મીઓ અને ડિ-સ્ટાફના માણસો રાત્રી દરમિયાન આવીને હોટલ બંધ કરાવી લોકો પર લાઠીચાર્ઝ લોકોને ખોટી રીતે હેરાન કરી રહ્યા છે. પોલીસની દાદાગીરીની ઘટના હોટલની બહાર લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ હતી. જો કે હવે જોવાનું એ રહે છે કે, લોકોને ખોટી રીતે હેરાન કરતા આ પોલીસ કર્મીઓ પર સુરત પોલીસ કમિશનર કોઈ કડક પગલા લે છે કે નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp