સુરત: મહિલા કર્મીને મોડી રાત્રે અશોભનિય મેસેજ કરનાર PSI સસ્પેન્ડ

PC: khabarchhe.com

સુરતમાં પોલીસે પોલીસ સામે કાર્યવાહી કરીને એક ઉત્તમ ઉદાહરણ પૂરુ પાડ્યો કિસ્સો સામે આવ્યો છે. મહિલાઓને હેરાનગતિ કરતા અનેક કિસ્સાઓ પોલીસ સ્ટેશનમાં નોંધાય છે. જેના વિરૂદ્ધ પોલીસ કાર્યવાહી પણ કરે છે પરંતુ ખુદ પોલીસ જ મહિલાકર્મી સામે અશોભનિય વર્તન કરે તો તેને પણ સાખી લેવામાં નહીં આવે. પોલીસને પણ તેના ગેરવર્તનની સજા મળી છે તેનું ઉદાહરણ સુરતમાં જોવા મળ્યુ હતુ.

મળતી માહિતી મુજબ કડોદરા જી.આઈ.ડી.સી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પી.એસ.આઈ એ.બી.મોરીએ મહિલા સહકર્મીને કથિત મેસેજ સોશિયલ મીડિયાના માધ્યમથી મોકલ્યા હોવાનો વિવાદ વકરતા જિલ્લા પોલીસવડા દ્વારા આ બાબતે નિવેદન નોંધાવા માટે કડોદરા પોલીસ સ્ટેશનમાં મેસેજ મોકલતાની સાથે જ પી.એસ.આઈ માંદગીનું બહાનું કાઢી ગેરહાજર થતાં સમગ્ર પ્રકરણ ભારે ચર્ચા સ્પદ બન્યું છે. બીજી તરફ કડોદરા પોલીસ સ્ટેશનના PSI એ.બી.મોરીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

કડોદરા જી.આઈ.ડી.સી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પી.એસ.આઈ એ.બી.મોરીએ સાથે કામ કરતી મહિલા એલ.આર તેમજ એક મહિલા જી.આર.ડીને તેમજ એક ગુનામાં ભોગ બનેલી યુવતીને મોડી રાત્રે આપત્તિ જનક મેસેજ અને વિડીયો કોલ કરતા હતા.જેને લઇને ભારે હોબાળો મચી ગયો હતો. વિવાદ વકરતા જ કડોદરા જી.આઈ.ડી.સી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ એ.એસ.પી બિશાખા જૈને મહિલા પોલીસકર્મચારી અને જી.આર.ડીની પ્રાથમિક પૂછતાછ બાદ બે પાનાંનો રિપોર્ટ જિલ્લા પોલીસવડાને મોકલી આપ્યો હતો. જો કે હાલમાં જ મહિલાકર્મીને અશોભનિય મેસેજ કરનાર PSIને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કડોદરા પોલીસ સ્ટેશનના PSIને સસ્પેન્ડ કરતા પોલીસ બેડામાં ખળભળાટ મચ્યો છે.. રિપોર્ટ થતાં પીએસઆઇ સામે તપાસનાં આદેશ આપવામાં આવ્યા હતા. તપાસનાં આદેશ આપતા જ પીએસઆઇ એ.બી.મોરી ખાતાકીય તપાસમાં માંદગીનું બહાનુ કાઢીને રજા પર ઉતરી ગયા હતા. જો કે હવે પી.એસ.આઈ એ.બી.મોરીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલી વખત નથી પરંતુ આ પહેલા પણ પી.એસ.આઈ અશોક મોરીએ જિલ્લાના કડોદરા, માંગરોળ અને ઉમરપાડા પોલીસ સ્ટેશનમાં પોતાની ફરજ દરમ્યાન આજ પ્રકારના કારનામાં કર્યા હોવાની ચર્ચા છે. જો કે અત્યાર સુધી અશોક મોરી બચતા રહ્યા હતા. હવે જે પોલીસ સ્ટેશનના મહિલા અધિકારી ચાર્જમાં છે અને ત્યાં જ આ પ્રકારના પરાક્રમો કરતાં આ વખતે પીએસઆઇ બચી શક્યા નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp