રામ મંદિરના નિર્માણ માટે ગુજરાતના આ શહેરમાંથી અપાશે 11 કરોડ રૂપિયાનું દાન

PC: intoday.in

અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા ચૂકાદાને દેશના લોકોએ આવકાર્યો છે. જેથી હવે આગામી ત્રણ મહિનાના સમયના રામ મંદિરના નિર્માણ કરવા માટે એક ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવશે અને મંદિરનું કામ શરૂ કરવામાં આવશે. જ્યારે રામ મંદિરનું કામ શરૂ કરવામાં આવશે ત્યારે અખિલ ભારતીય હિંદુ યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ શિવ ઓમ મિશ્રા દ્વારા 11 કરોડ રૂપિયાનું દાન આપવામાં આવશે. અગાઉ શિવ ઓમ મિશ્રાએ રામ મંદિરના નિર્માણને લઇને દાન આપવાની જાહેરાત કરી હતી.

અખિલ ભારતીય હિંદુ યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ શિવ ઓમ મિશ્રાએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, ભારતનું જે આત્મ સન્માન છે. સુપ્રીમ કોર્ટે રામજીને 67 એકર જમીન આપીને તેમના સ્થાન પર બેસાડ્યા છે. આ 11 કરોડ રૂપિયાનું યોગદાન છે એ અમે જલ્દીમાં જલ્દીથી એકઠું કરી લઈશું અને સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર રાજ્ય સરકાર દ્વારા ત્રણ મહિનાની અંદર ટ્રસ્ટની સ્થાપના કર્યા પછી, તે દાન અમે ટ્રસ્ટને આપીશું.

રામ મંદિર બાબતે ચૂકાદો આવતા સુરતના હિંદુ, મુસ્લિમ, શીખ તમામ ધર્મના લોકો ભેગા થઇને એક બીજાનું મો મીઠું કરાવ્યું હતું અને હવે રામ મંદિરનું નિર્માણ ટૂંક સમયમાં શરૂ થવાનું છે ત્યારે સુરતથી જ રામ મંદિરના નિર્માણ માટે દાન આપવાની શરૂઆત થઇ ગઈ છે. આમ પણ સુરતને દાનવીરોની ભૂમિ કહેવામાં આવે છે. દેશના કોઈ પણ રાજ્યના લોકોને આપત્તિના સમયમાં મદદ કરવાની વાત આવે તેમાં સુરત સૌથી મોખરે હોય છે અને હવે રામ મંદિરના નિર્માણમાં આપવામાં આવતા દાનમાં પણ સુરત સૌથી મોખરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp