સંતાનો-પત્નીની અવગણના કરતા મામલો કોર્ટમાં ગયો, પતિએ 18 હજાર માસિક ચુકવવા પડશે

PC: ndtv.com

નિમિષા રાવલ તેઓના લગ્ન સુરતના કામરેજ ખાતે રહેતા જયેશ રાવલ સાથે 2001માં થયા હતા. બંને ને લગ્નજીવન થકી સંતાનમાં એક પુત્ર અને પુત્રી હતી. 2008થી પત્નીની અલગણના કરવાનું ચાલું કર્યું હતું. પતિ અન્ય સ્ત્રી સાથે લગ્ન બાહ્ય સંબંધ રાખતા હતા. 2017માં અરજદારની તબિયત બગડેલી ત્યારે પણ પતિએ સારવાર કરાવી ન હતી.

પતિએ પોતાના લગ્ન બાહ્ય સંબંઘોને કારણે 2019માં સંતાનો અને પત્નીને મુકીને જતા રહ્યા હતા અને ભરણપોષણની કોઇ જ સગવડ કરી ન હતી. જેથી પત્નીએ કઠોર કોર્ટમાં ભરણપોષણનો કેસ એડવોકેટ પ્રિતી જિજ્ઞેશ જોષી મારફતે દાખલ કર્યો હતો.પત્ની તરફે વચગાળાના ભરણપોષણની અરજી કરવામાં આવી હતી. જે ચાલી જતા કઠોર કોર્ટના એચ.આર.ઠાકોર દ્વારા અરજદાર અને તેમના સંતાનોને માસિક રૂપિયા 18 હજાર ચુકવવાનો વચગાળાનો હુકમ કરવામાં આવ્યો છે. અરજદાર તરફે એડવોકેટ પ્રિતી જિજ્ઞેશ જોષી તથા રાહુલ કોન્ટ્રાક્ટરે દલીલો કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp